મોરબી,તા.૧૮
માળિયા તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું ના હોય રોષે ભરાયેલા ખેડૂતોએ આજે જીલ્લા કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદન પાઠવીને ત્રણ દિવસના પ્રતિક ઉપવાસની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે, આ પહેલા પણ ખેડૂતો પાણી પ્રશ્ને આંદોલન કરી ચુક્્યા છે.
માળિયા તાલુકા નર્મદા શાખા નહેર ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા આજે રાજ્યના મુખ્યમંત્રીને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે માળિયા તાલુકાના નર્મદા શાખા નહેરમાં ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા તા. ૨૩/૧૦ પછી ૦૬/૧૧ અને ૧૨/૧૧ ના પત્ર દ્વારા નીતિનભાઈ પટેલને અને વહીવટી તંત્રને લેખિત રજૂઆત કરવા છતાં પાણી વધારવાને બદલે પાણી ઘટાડવાના આદેશો કરવામાં આવ્યા હતા.
માળિયા તાલુકાના ખેડૂતોને પ્રતિપાદિત થયું કે માળિયા તાલુકાના ખેડૂતોને રવિ પાક માટે સમયસર અને પૂરતા પ્રમાણમાં પાણી નહિ મળે. તેથી તા. ૧૯ ને સોમવારે રેલી સ્વરૂપે ખાખરેચી ગામથી શાખા નહેર સુધી જશે અને માળિયા તાલુકાના લાભાર્થી ગામોના ખેડૂતો ત્રણ દિવસ સુધી પ્રતિક ઉપવાસ કરશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



