છોટાઉદેપુરમાં ૧૪૪ બોટલ વિદેશી દારૂ સાથે વડોદરાના બે પોલીસ કર્મી ઝડપાયા

0
486

છોટા ઉદેપુર,તા.૧૮
ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ બેરોકટોક દારૂનું વેચાણ થઇ રહ્યું છે. બૂટલેગરો દારૂનો વેપલો કરતા પકડા તો નવાઇ નહીં પરંતુ હદ તો ત્યારે થાય જ્યારે ખુદ પોલીસ દારૂ સાથે ઝડપાઇ છે. છોટાઉદેપરુમાં બે પોલીસ કર્મચારીઓ વિદેશી દારૂ સાથે ઝડપાતા આ વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.
મળતી માહિતી પ્રમાણે છોટાઉદેપુરમાં કારમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે પોલીસે ચેકિંગ હાથધર્યું હતું. આ દરમિયાન સ્વીફ્ટ કારમાંથી વિદેશ દારૂ મળી આવ્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે પકડાયેલા બે પોલીસ કર્મચારીઓ વાડી પોલીસ મથકના પોલીસ કોન્ટબલ દિપક ગોડાવલી અને સંજય બારોટ છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે તેમની સ્વીટ કારમાંથી રૂ. ૧૨,૯૬૦ કિંમતનો ૧૪૪ બોલટ દારૂ મળી આવ્યો હતો. આમ છોટાઉદેપુર પોલીસે કુલ ૪.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY