ન્યૂયોર્ક,તા.૩૦
નાસાના સોલાર પાર્કર પ્રોબે સૂર્યની સૌથી નજીકથી પસાર થઇને માનવ ઇતિહાસમાં એક રેકોર્ડની સ્થાપના કરી છે. હકીકતનાં પ્રથમ કોઇ માનવનિર્મિત ઉપકરણ સૂર્યની આટલી નજીકથી પસાર થયું છે.સોલાર પાર્કર પ્રોબ ૨૯ ઓક્ટોબરે બપોરે સૂર્યની ૨૬.૫૫ લાખ માઇલ એટલે કે ૪૨.૭૩ લાખ કિમી નજીકથી પસાર થયું હતું. અગાઉ સૂર્યની સૌથી નજીકથી પસાર થવાનો રેકોર્ડ જર્મન-અમેરિકન હિલોસ -૨ સ્પેક્રાફટે અપ્રિલ ૧૯૭૬માં બનાવ્યો હતો.
નાસાએ જણાવ્યું હતું કે, સોલર પાર્કર પ્રોબ બ્રહમાંડમાં સૌથી ઝડપથી પસાર થવાનો રેકોર્ડ પણ બ્રેક કરશે. જાકે નાસાના જણાવ્યા મુજબ, સોલર પ્રોબ ૨૦૨૪ સુધીમાં સૂર્યથી માત્ર ૩.૮૩ લાખ માઇલ નજીકથી પસાર થશે.
આ સોલર પાર્કર પ્રોબનું નામ ૯૧ વર્ષીય અગ્રણી સૌર એસ્ટ્રોફિઝિસ્ટ યુજેન પાર્કરનાં નામ પર રાખવામાં આવ્યું છે. નાસાના આ મિશન પાછળનો ઉદ્દેશ છે કે, વૈજ્ઞાનિકો જાણવા માંગે છે કે સૂર્યનું વાતાવરણ કેવું છે, કોરોના કેવી રીતે કામ કરે છે તે સમજવા તેમજ ખતરનાક અંતરિક્ષ તોફાનોની ધરતી પર કેવી અસર પડશે તે જાણવામાં વૈજ્ઞાનિકોને મદદ મળશે.આ અભિયાન દ્વારા સૂર્યની હવા કેવી રીતે પ્રસરે છે અને સૂર્યનો સ્ત્રોત કયો છે તેવા વણઉકેલાયા પ્રશ્નોનો જવાબ મેળવવા પ્રયાસ કરાશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




