બેજિંગ, તા.૧૩
ચીનમાં વર્ષ ૨૦૦૦ બાદથી મીઠાના સેવનમાં ઘટાડો જાવા મળ્યો છે, પરંતુ તેમ છતાં ઉપયોગમાં લેવામાં આવી રહેલ મીઠુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ) દ્વારા ભલામણ કરવામાં આવેલ માત્રા કરતા બે ગણુ છે.
એક નવા સંશોધનમાં આ અંગેની જાણકારી પ્રકાશિત કરવામાં આવી છે. આ સંશોધનમાં વર્ષ ૨૦૦૦ અને વર્ષ ૨૦૦૯-૨૦૧૧ વચ્ચે ચીનના ૩૧ પ્રાંતમાંથી ૧૨ પ્રાંતની કુલ ૪૬ ટકા જનસંખ્યાના ખોરાકનો સર્વે કરવામાં આવ્યો હતો. સંશોધકોએ જણાવ્યું કે, ચીનના રહેવાસીઓના સરેરાશ ખોરાકમાં મીઠાની જરૂરીયાત ૨૨.૨ ટકા ઘટી ગઈ છે. વર્ષ ૨૦૦૦થી આ ૧૧.૮ ગ્રામ પ્રતિ દિવસથી ઘટીને વર્ષ ૨૦૦૯ સુધી ૯.૨ ગ્રામ નોંધાઈ છે. ચાઈના નેશનલ સેન્ટર ફોર ફૂડ સેફ્ટી રિસ્ક એસેસમેન્ટથી આ અધ્યયનના મુખ્ય લેખક યોંગનિંગ વૂનું કહેવું છે કે, જા અમે વર્તમાન ગતિની સાથે આગળ વધતા રહીશું, તો શક્ય છે કે ચીન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા પ્રસ્તાવિત વર્ષ ૨૦૨૫ સુધી મીઠાનો દૈનિક સરેરાશ ઉપયોગ ૩૦ ટકા સુધી ઓછા કરવાના લક્ષ્યાંકને હાંસલ કરી શકે છે. વૂએ જણાવ્યું કે, મીઠાની સરખામણીએ સોડિયમના ઉપયોગના મામલામાં ચીની સંખ્યા બેદરકારી કરી રહી છે. તેમણે જણાવ્યું કે, ચીનમાં સોડિયમના ઉપયોગમાં માત્ર ૧૨.૩ ટકા ઘટાડો નોંધાયો છે. જ્યારે સંશોધનમાં સોડિયમનો ઉપયોગ પ્રતિ દિવસના હિસાબે ૬.૪ ગ્રામથી ઘટીને ૫.૬ ગ્રામ નોંધવામાં આવ્યો છે. ડબલ્યુએચઓએ ભલામણ કરી છે કે, લોકોએ પ્રતિ દિવસ પાંચ ગ્રામથી ઓછુ મીઠુ અને બે ગ્રામથી ઓછુ સોડિયમ ખોરાકમાં લેવું જાઈએ.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


