૯ વર્ષ બાદ બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે આંતરરાષ્ટ્રીય મેચ

0
1279

મુંબઈ, તા.૧૩
ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે પાંચ વન-ડે ઈન્ટરનેશનલ મેચોની આગામી શ્રેણીની ચોથી મેચ ૨૯ ઓક્ટોબરે અહીંના વાનખેડે સ્ટેડિયમને બદલે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. ૨૦૦૯ના વર્ષ બાદ આ પહેલી જ વાર બેર્બોર્નમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ યોજાશે. વાનખેડે સ્ટેડિયમના માલિક મુંબઈ ક્રિકેટ એસોસીએશન (એમસીએ) અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) વચ્ચે થયેલા એક ઝઘડાના કારણે બીસીસીઆઈએ ૨૯ ઓક્ટોબરની વન-ડે મેચને વાનખેડેમાંથી બ્રેબોર્નમાં શિફ્ટ કરી દીધી છે. છેલ્લે ૨૦૦૯માં ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ હતી. વાનખેડે સ્ટેડિયમ એટલે મુંબઈનું ક્રિકેટ કાશી ગણાય. પરંતુ છેલ્લા કેટલાક અઠવાડિયાથી એમસીએ અને બીસીસીઆઈ વચ્ચે કોમ્પલીમેન્ટરી ટીકિટોના વિતરણના મુદ્દે ઝઘડો ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે નિમેલી સીઓએ દ્વારા ઘડવામાં આવેલ કોમ્પ્રોમાઈઝ ફોર્મ્યુલા અંતર્ગત બીસીસીઆઈએ ૬૦૦ કોમ્પ્લીમેન્ટરી ટીકીટનો ક્વોટા નક્કી કર્યો છે પણ એમસીએને તે માન્ય નથી. બીસીસીઆઈ સામે જંગે ચડનાર એમસીએ દેશનુ પહેલુ ક્રિકેટ એસોસીએશન નથી. બંગાળ, મધ્યપ્રદેશ અને તમિલનાડુના ક્રિકેટ એસોસીએશન પણ વાંધો ઉઠાવી ચુક્યા છે. વાસ્તવમાં અત્યારે એમસીએમાં કોઈ બોસ નથી. સુપ્રીમ કોર્ટે નિમેલી લોઢા કમિટીએ એમસીએનો વહિવટ સંભાળવા માટે વચગાળાની સમિતિમાં નિમેલા ભૂતપૂર્વ ન્યાયમૂર્તિઓ-હેમંત ગોખલે અને વીએમ કાનડેની મુદ્દત પુરી થઈ ગઈ છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY