હબ ગણાતા સૌરાષ્ટ્રમાં કપાસના ઉત્પાદનમાં ધરખમ ઘટાડાની સંભાવના

0
7

રાજકોટ,તા.૨૪
કપાસના ઉત્પાદનના હબ તરીકે ઓળખાતા સૌરાષ્ટ્રમાં કપાસના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થાય તેમ છે. મોટા ભાગે નવા કપાસની આવક શરૂ થયાને એકાદ મહિના બાદ અમુક વિસ્તારોમાં કપાસના છોડ સૂકાવા લાગતા હોય છે. પરંતુ આ વર્ષે ખેડૂતોના ઘરમાં કપાસ પહોંચે તે પહેલા જ ખેતરમાં સૂકાવા લાગતા ખેડૂત ચિંતિત બન્યો છે. શિયાળાનું વાતાવરણ કપાસને વધૂ અનુકૂળ છે.
ઓછા પાણીની વચ્ચે પણ શિયાળું વાતાવરણ થઈ જતા કપાસનો છોડ ટકી રહે છે. પરંતુ મિશ્ર વાતાવરણને કારણે કપાસમાં જીણી મચ્છી અને સફેદ માખીનો ઉપદ્રવ વધાવા લાગ્યો છે. જેના કારણે કપાસનો ઉભો છોડ જમીનમાંથી મૂળ મૂકવા લાગે છે અને પીળો થયા બાદ ધીમે ધીમે સૂકાઈ જાય છે. ચાલુ વર્ષે અપુરતા વરસાદના કારણે પાકને પિયત આપવું મુશ્કેલ બન્યું છે. પરંતુ ઓછા પિયત વચ્ચે પણ પાકને વાતાવરણ અનુકૂળ હોવાથી જગતનો તાત થોડુ ઘણું ઉત્પાદન આવશે તેવી આશા રાખીને બેઠા હતો. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં બદલાવ આવતા કપાસનો પાક સૂકવા લાગ્યો છે.
દર વર્ષે ભાદરવાના આકાર તાપ બાદ ધીમે ધીમે ઠંડીની શરૂઆત થવા લાગતી હોય છે. પરંતુ આ વર્ષે અર્ધો આસો માસ પણ પૂર્ણ થવા આવ્યો છે, તેમ છતાં આકરો તાપ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રભરમાં ચાલુ વર્ષે વાવણીથી લઈને ઉત્પાદન સુધી ખેડૂતોને નુક્સાની સહન કરવાનો વારો આવ્યો છે. તેની વચ્ચે પણ ખેડૂતોએ રાત-દિવસ મહેનત કરી ઓછા પાણીમાં થોડા પાકને બચાવ્યો હતો. શરૂઆતથી પિયતની ખેંચ હતી, બાદમાં છેલ્લા કેટલાક દિવસથી વચ્ચે આકરો તાપ અને મિશ્ર વાતાવરણના કારણે કપાસના ઉભા ઘેરા સૂકાવા લાગતા ખેડૂતોને ઉત્પાદન ખર્ચ ઉભો થવાની આશા પર પણ પાણી ફરી વળ્યું છે અને મહેંતાણુ પણ મળે તેમ નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY