વાંકાનેરમાં સૂઇ રહેલા દંપતીને સાપે દીધો દંશ,પત્નીનું મોત, પતિ સારવાર હેઠળ

0
25

વાંકાનેર,તા.૨૪
મોરબીના વાંકાનેરમાં મજૂરી કામ કરતા દંપતીને ગઇકાલે રાત્રે સાપે દંશ માર્યો હતો. જેને લઇ દંપતિને સારવાર માટે ચોટીલા હોસ્ટિલટે ખસેડવામા આવ્યા હતા. પરંતુ તબીયત વધુ લથડતા તેને રાજકોટ સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. જ્યાં પત્નીનું મોત થયું હતું અને પતિને હાલ સારવાર આપવામા આવી રહી છે. દંપતી પોતાના ઘરે સૂતું હતું અને સાપે બન્નેને દંશ દીધો હતો.
દેવભુમિ દ્વારકાના જામરાવલથી દસ દિવસ પહેલા જ વાંકાનેરના ભલગામમાં મજૂરી કામ માટે આવેલા દંપતી સામતભાઇ પરમાર અને કડવીબહેન પરમારને સાપે દંશ મારી દીધો હતો. રાત્રે દોઢેક વાગ્યાની આસપાસ દંપતી સૂતુ હતું ત્યારે પત્નીને પગમા દંશ મારી દીધો હતો. પત્નીએ પતિને ઉઠાડતા સાપને દૂર કરવા જતા પતિને પણ હાથમા દંશ મારી દીધો હતો. જા કે ૧૦૮ મારફત બન્નેને ચોટીલા ખસેડવામા આવ્યા હતા. પરંતુ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન પત્ની કડવીબહેનનું મોત નીપજ્યું હતું જ્યારે પતિ સારવારમાં છે. જા કે દંશ મારનાર સાપને પકડી ડબ્બે પૂરી દેવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY