નર્મદા માં રાજા રજવાડા સમયથી ચાલી આવેલી બહુરૂપી પ્રથા હાલ લુપ્ત થવાના આરે

0
55

રાજપીપળા : નર્મદા જેવા આદિવાસી જિલ્લાઓ માં ગેરિયા અને બહુરૂપી ની પ્રા માં અુક પરિવારો રજવાડા ના રાજ હતા ત્યાર થી અલગ અલગ વેશ ધારણ કરી લોકો નું મનોરંજન કરતા આવ્યા હતા અને એ થકી પૈસા કમાઈ પરિવાર નું ગુજરાન ચલાવતા આવ્યા હ્ય જેમાં ખાસ નર્મદા માં આદિવાસી લોકો દ્વારા ગેરિયા અને અમુક બ્રામ્હણો દ્વારા બહુરૂપી ની પ્રથા હતી પરંતુ આજના ઝડપી અને ઇન્ટરનેટ ના યુગ માં આવી પ્રથાઓ લુપ્ત થઈ રહી છે ત્યારે આપણા બાપ દાદાઓ વખત ની આવી પ્રથાઓ ચાલુ રહે અને એના થકી લોકોને મનોરંજન અને રોજીરોટી મળે એવા આશય થી સરકારે કમર કસવી જોઈએ નહીતો આવનારી આપણી નવી પેઢી આ પ્રથાઓ થી વંચિત તો રહેશેજ સાથે ગેરિયા અને બહુરૂપી શું હતું એ બાબતે પણ અજાણ થશે .

હાલ દિવાળી જેવા મોટા તહેવારો માં રાજપીપળા માં બહુરૂપી બની ભોલેનાથ સ્વરૂપે ફરી રહેલા એક બ્રાહ્મણ પરિવાર ના યુવાને જણાવ્યું કે બાપ દાદા ના જમાના થી અમારા પરિવાર ના સભ્યો આ રીતે બહુરૂપી બની રોજી ઉભી કરતા હતા પરંતુ હવે આ વેશભૂષા નથી ચાલતી અને એમાં રોજે રોજ ભાડે લવાતા અલગ અલગ સ્વરૂપ ના ડ્રેસો નું ભાડું સુદ્ધાં નીકળતું નથી છતાં મજબૂરી માં આ કામ કરવું પડે છે માટે સરકાર અમારી તરફ ધ્યાન આપી આ પરંપરા ને પ્રોત્સાહન મળે એવું કઈ કરે તો અમારા પરિવારો નું ગુજરાન ચાલે

ચીફ રિપોર્ટર, નર્મદા,ભરત શાહ,મો.નં.tel:9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY