સ્તનપાન સ્થુળતાને રોકે છે

0
26

તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે સ્તનપાન વધુ કરનાર નવજાત શિશુમાં બાળપણમાં સ્થૂળતાનો ખતરો ઘટી જાય છે. જ્યારે બીજી બાજુ ડાયાબિટીસનો શિકાર થયેલી માતાઓના બાળકોને બાળપણમાં સ્થૂળતાનો ખતરો વધારે રહે છે. અભ્યાસ મુજબ ઓછામાં ઓછા છ મહિના સુધી સ્તનપાન કરનાર શિશુમાં આ ખતરો ઘટી જાય છે. ઇપીડેમિયોલોજીસ્ટ ટેસાક્રૂમે કહ્યું છે કે વ્યાપક અભ્યાસ બાદ આ મુજબના તારણ સપાટી પર આવ્યા છે. અભ્યાસવેળા સંશોધકોએ ડાયાબિટીશનો શિકાર થયેલી માતાઓના ૯૪ બાળકો અને ડાયાબિટીસનો શિકાર નહીં થયેલી ૩૯૯ મહિલાઓના બાળકો ઉપર નજર રાખ્યા બાદ આ તારણ ઉપર પહોંચ્યા છે. સંશોધકોનું કહેવું છે કે બાળકોમાં સ્થૂળતાનો ખતરો વધી જાય છે પરંતુ શિશુના ગાળામાં સ્તનપાન કરવામાં આ ખતરો ઓછો રહે છે. ડાયાબિટીક સગર્ભા અવસ્થાના કારણે પોષણ વધી જતાં સ્થૂળતાનો ખતરો બાળકમાં રહે છે. અહેવાલ મુજબ સગર્ભા અવસ્થા દરમિયાન ડાયાબિટીશનો શિકાર થયેલી મહિલાઓને ખૂબ જ સંભાળ લેવાની જરૂર પડે છે. સ્તનપાન નવજાત શિશુને માત્ર ઘણી બિમારીથી રક્ષણ આપે તેમ નથી બલ્કે અન્ય ખતરા પણ ટાળી દે છે. બાળપણમાં સ્થૂળતાનું જાખમ અનેકગણું ઘટી જાય છે. આ મહિલા સંશોધકનું કહેવું છે કે નવી શોધથી નવજાત શિશુને વધુ પ્રમાણમાં મહિલાઓ સ્તનપાન કરાવવા આગળ આવશે અને ગેરમાન્યતા ધરાવતી મહિલાઓને પ્રત્સાહન મળશે. સગર્ભા અવસ્થા દરમિયાન ડાયાબિટીકનો શિકાર બનેલી મહિલાઓ માટે પણ આ તારણો ઉપયોગી સાબિત થશે. ઇન્ટરનેશનલ જનરલ ઓફ ઓબેસિટીના નવા અભ્યાસમાં આ સંશોધનના તારણો પ્રકાશિત કરવામાં આવ્યા છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY