ફિફા કપ : કોસ્ટા રિકા ઉપર બ્રાઝિલની ૨-૦થી જીત થઇ

0
7

મોસ્કો,તા. ૨૨
ફિફા વર્લ્ડકપમાં ગ્રુપ ઇની મેચમાં બ્રાઝિલે આજે કોસ્ટા રિકા ઉપર ૨-૦થી જીત મેળવી હતી. કોસ્ટા રિકાએ જારદાર રમત રમીને બ્રાઝિલની ટીમને મુશ્કેલીમાં મુકી દીધી હતી પરંતુ નિર્ણાયક સમયમાં બ્રાઝિલે બે ગોલ કરીને આ મેચ જીતી લીધી હતી. બ્રાઝિલ તરફથી કોટિનો અને નેમારે ગોલ કર્યા હતા. ઇન્જરી ટાઈમમાં આ બંને ગોલ કરવામાં આવ્યા હતા. આની સાથે જ ૨૦૧૮ વર્લ્ડકપમાં બ્રાઝિલે પોતાની પ્રથમ જીત હાસલ કરી હતી. નેમાર પણ ઇન્જરી ટાઈમમાં પાર્ટીમાં સામેલ રહ્યો હતો. ફિલિપ કોટિનોએ પહેલા ગોલ કર્યો હતો ત્યારબાદ નેમારે ગોલ કરીને પોતાની ટીમને જીત અપાવી હતી.
કોસ્ટા રિકાએ જારદાર રમત રમીને બ્રાઝિલના ખેલાડીઓને ફુલ ટાઈમ સુધી મુશ્કેલીમાં રાખ્યા હતા. અગાઉ ગઇકાલે મોડી રાત્રે ગ્રુપ ડીની એક મેચમાં વર્લ્ડ કપ માટે પ્રબળ દાવેદાર રહેલી આર્જેÂન્ટનાની ક્રોએશિયા સામે ૩-૦થી હાર થઇ હતી. આની સાથે જ મોટો અપસેટ સર્જાયો હતો. આ મેચમાં જીત સાથે ક્રોએશિયાની ટીમ રાઉન્ડ ૧૬માં પહોંચી ગઇ છે. આર્જેÂન્ટનાની ટીમ માટે હવે આગળનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. ક્રોએસિયા માટે રેબિચે ૫૩મી મિનિટમાં ગોલ કર્યો હતો. ત્યારબાદ લુકા મેડરિચે ૮૦માં મિનિટમાં ગોલ કર્યો હતો. ક્રોએશિયા માટે ત્રીજા ગોલ ઇવાન રાકિલિચે કરીને ટીમની જીત પાકી કરી હતી. મોડી રાત્રે રમાયેલી મેચમાં સ્ટાર ખેલાડી લિયોનેલ મેસ્સી બિલકુલ પણ ફોર્મમાં દેખાયો ન હતો. તે ક્રોએશિયાની સામે એક પણ શોટ લગાવવામાં સફળ રહ્યો ન હતો. પાંચ દિવસ પહેલા આઇસલેન્ડની સામે પઁણ મેસ્સી પેનલ્ટી ચુકી ગયો હતો. જેથી આ મેચ ૧-૧થી ડ્રો રહી હતી.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY