બીજા તબક્કાની એકતા યાત્રા શેષ બચેલા વિસ્તારોમાં પરિભ્રમણ કરશે
નવસારી, તા.૧૪
નવસારી જિલ્લામાં સ્ટેચ્યુ અોફ યુનિટી એકતા રથયાત્રાનો પ્રથમ તબકકાની ગણદેવી તાલુકાના ધકવાડા ગામે સમાપન થયું હતું. નવસારી જિલ્લાના બીજા તબકકાના સ્ટેચ્યુ અોફ યુનિટી એકતા રથયાત્રા ચીખલી તાલુકાના વંકાલ ગામેથી તા.૧૫/૧૧/૧૮ ના રોજ પ્રારંભ કરાશે. તા.૧૫/૧૧/૧૮ થી તા.૨૦/૧૧/૧૮ દરમિયાન એકતા રથયાત્રા જુદા જુદા ગામોમાં રાષ્ટ્રવાદની લાગણી જાગૃત કરશે. નવસારી જિલ્લા કલેકટર ડા÷.એમ.ડી.મોડિયાના માર્ગદર્શન હેઠળ એકતારથ યાત્રાનો બીજા તબકકો શરૂ થશે.
બીજા તબકકાની એકતા રથયાત્રા તા.૧૫ મીના રોજ ચીખલી તાલુકાના વંકાલ ગામેથી પ્રારંભ કરાશે. રથની પુજા, આરતી કરી સરદાર પટેલના જીવનના સંસ્મરણો યાદ કરી રાષ્ટ્રવાદની લાગણી જાગૃત કરાશે.
સ્ટેચ્યુ અોફ યુનિટી એકતા રથયાત્રાનો રૂટ વાઇઝ કાર્યક્રમ મુજબ તા.૧૫/૧૧/૧૮ ના રોજ ચીખલી તાલુકાના વંકાલ, સમરોલી, ચીખલી, ખુંધ, થાલા, દેગામ, બામણવેલ, રાનકુવા, કુકેરી, રાનવેરીખુર્દ અને રાનવેરી કલ્લા ગામમાં એકતા રથયાત્રા ઘુમશે.
તા.૧૬ મીના રોજ એકતા રથયાત્રા નોગામા, ટાંકલ, વાંઝણા, ફડવેલ, અંબાચ, કાકડવેલ, સારવણી, સ્યાદા, કણભઇ, રૂમલા અને આમધરા ગામે ઘુમશે. જયારે તા.૧૭ મીના રોજ સાદકપોર, તલાવચોરા, ઘેજ, મલિયાધરા, સોલધરા, પાલગભાણ, વાડ, ખેરગામ, બહેજ, આછવણી, જામનપાડા, પાટી ગામે ઘુમશે.
તા.૧૮ મી નવેમ્બરના રોન એકતારથ યાત્રા વાંસદા તાલુકાના પીપલખેડ, અંકલાછ, બારતાડ, ખાનપુર, ચૌîઢા, કણધા, ખાટઆંબા, બોરીયાછ, ઘોડમાળ, કાવડેજ, ઉમરકુઇ ગામે ઘુમશે. તા.૧૯ મીના રોજ વાંસદા તાલુકાના ગંગપુર, લીમઝર, વાઘાબારી, વાંદરવેલા, ઝરી, પ્રતાપનગર, ચાંપલધરા, રૂપવેલ, કંડોલપાડા અને સિંગાડ ગામે ઘુમશે. તા.૨૦ મી નવેમ્બરના રોજ એકતા રથયાત્રા, મોટી વાલઝર, ઉપસળ, ભીનાર, ઉનાઇ, સિંણધઇ, કુરેલીયા, ખાંભલા, વાંગણ, મનપુર, વાંસદા અને રાણીફળિયા ગામે ઘુમી રાષ્ટ્રવાદ જાગૃત કરશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


