કુનબી અને ભીલ જનજાતિઅોના વિષય પર પ્રા.ફુલસિંગ ગુનગુનીયા પીએચડી થયા

0
7

ડાંગના વતની પ્રા.ગુનગુનીયા સમાજ શાસ્ïત્ર વિષયના પ્રાધ્યાપક છે
આહવા, તા.૧૪
મૂળ ડાંગ જિલ્લાના વતની (મુ.મોટી કસાડ, પો.મહાલ, તા.સુબિર, જિ.ડાંગ), અને હાલમાં પોરબંદર જિલ્લાના કુતિયાણા ખાતે આવેલી શ્રી એસ.એમ.જાડેજા આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજના, સમાજશાસ્ત્ર વિષયના પ્રાધ્યાપક શ્રી ફૂલસિંગભાઇ લાસ્યાભાઇ ગુનગુનિયાને તેમના કુનબી અને ભીલ જનજાતિઓના તુલનાત્મક અભ્યાસ વિષય ઉપર તૈયાર કરાયેલા મહાશોધ નિબંધ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી.ની ઉપાધી એનાયત કરવામાં આવી છે.
શ્રી ગુનગુનિયાએ તેમનો આ મહાશોધ નિબંધ શ્રી એમ.એમ.ઘોડાસરા આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજ, જુનાગઢના સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષશ્રી ડૉ.જનક જાષીના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યો છે. જેના પ્રથમ પ્રકરણમાં વિષય આધારીત સંશોધન યોજના, અને પદ્ધતિને અનુસરીને, બીજા પ્રકરણમાં સમગ્ર ડાંગ જિલ્લાની ઐતિહાસિક અને ભૌગોલિક તવારીખ પ્રસ્તુત કરવામાં આવી છે. ત્રીજા પ્રકરણમાં વિષયને આનુષાંગિક અગાઉ થયેલા અભ્યાસોની સંક્ષિપ્ત સમજ, ચોથા અને પાંચમા તથા છઠૃ પ્રકરણમાં ડાંગ જિલ્લાના કુનબી અને ભીલ જનજાતિઓના ઉત્તરદાતાઓ પાસેથી મેળવેલી આંકડાકિય માહિતીઓનું વિશ્લેષણ, અને વર્ગિકરણ કરી, તેની ડાંગના લોકોમાં સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, અને શૈક્ષણિક તથા ધાર્મિક જીવન ઉપરની અસરો, પરિવર્તનો વિગેરેની વૈજ્ઞાનિક ઢબે છણાવટ કરવામાં આવી છે. સાતમા અને અંતિમ પ્રકરણમાં આ સંશોધનનો નિષ્કર્ષ અને ભાવી સંશોધનાત્મક અભ્યાસ માટેના અસરકારક સૂચનો પણ પ્રસ્તુત કર્યા છે.
આ સંશોધનની વિશેષતા તરફ ધ્યાન દોરતા પ્રા.ગુનગુનિયાએ મર્યાદિત ક્ષેત્રના વિરાટ સંશોધનમાંથી ઘણા લોકો એમ.ફીલ., પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓને દિશા અને દોરવણી મળવાની સાથે, સમાજશાસ્ત્રીઓ, અને સમાજ સેવકોને ડાંગ જિલ્લાને નવેસરથી જાવા માટેની દ્રષ્ટિ મળી રહેશે તેમ એક મુલાકાતમાં જણાવ્યું હતું. ડાંગ જિલ્લાના ગામડાઓ ખૂંદીને એકત્ર કરાયેલી માહિતી, ફોટોગ્રાફ્સ, ઇન્ટરવ્યૂ, પ્રત્યક્ષ મુલાકાતો, તારણો, ધારણાઓ, અવધારણાઓ, વાસ્તવિક દર્શન વિગેરે દ્વારા ડાંગ જિલ્લાના સમાજને જાવા, મુલવવા તથા તપાસવાની નવી દિશા સાથે, લોકોના જીવનમાં ખૂટતી કળીઓનો તાગ મેળવવા માટે પણ પૂરતો અવકાશ મળી રહેશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY