અજાણ્યા શખ્સોએ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરતા લોકોમાં ભારે રોષ

0
12

સાણંદ,તા.૩૦
સાણંદ તાલુકાના મોરૈયા ગામે રવિવારે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ખંડિત કરાતા લોકોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હતો. આ અંગે ચાંગોદર પોલીસને બનાવને અંગે માહિતી મળતા તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પ્રતિમા ખંડિત કરાતાં પંથકમાં લોકરોષ ફાટી નીકળ્યો છે.
ચાંગોદર પોલીસમાં મેરૂભાઈ પરમાર દ્વારા નોધાવેલી ફરિયાદ મુજબ, રવિવારે મોરૈયા ગામના ખુમાનભાઈ ડાભીએ ફોનથી મેરૂભાઈને જાણ કરી હતી કે ગામના આંબેડકર ચોકમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા કોઈએ તોડી ખંડિત કરી છે. જેથી નરેશભાઈ હિંમતભાઇ વાઘેલા, લક્ષ્મણભાઈ કેશવભાઈ ડાભી તથા લલીતભાઈ ગણેશભાઈ પરમાર વગેરે ગામના આંબેડકર ચોકમાં આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ગયા હતા અને ફરતે ફરી જોયેલ તો પ્રતિમાની ડાબા હાથની કોણીના ભાગે પથ્થર વાગી કલર ઉખડી ગયો હોવાનું જણાયું હતું. તેમજ પ્રતિમાના હાથમાં પકડેલી સંવિધાન બુકને પણ બહારની સાઈડે એક ખૂણા ઉપર પથ્થર વાગવાથી કલર ઉખડી ગયો હોવાનું જણાઇ આવ્યું હતું.
ઉપરાંત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની આંખ ઉપર પહેરેલ ચશ્માં પથ્થરથી કોઈએ ઘા મારી તોડી નાખ્યા હતા. પ્રતિમાના ગળામાં પહેરાવેલી સુતરની આટી ગળામાંથી કાઢી નીચે ફેંકી દિધેલી હતી. મેરુભાઈ તેમજ ગામના આગેવાનોએ ભેગા મળી પ્રતિમાને થયેલ નુકશાન બાબતે પોલીસ ફરિયાદ કરી હતી.ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પથ્થરથી ખંડિત કરનારા અજાણ્યા માણસો વિરુદ્ધ ફરિયાદ કરી હતી. તો આ અંગે ચાંગોદર પોલીસે ગુનો નોંધી સીસીટીવી તેમજ અન્ય કાર્યવાહી હાથ ધરી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
mo. 9978406923
પ્રેસ કાર્ડ આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY