અમદાવાદ,તા.૩૦
ગુજરાતમાં સરકાર હસ્તકની મેડિકલ કોલેજોની ફીમાં ૪૦૦ ટકાનો ધરખમ વધારો કરાયો છે. સરકાર હસ્તકની મેડિકલ, ડેન્ટલ અને ફિઝિયોથેરાપીની ફીમાં પણ વધારો થયો છે. આ કોલેજોની ફીમાં ૪૦૦ ટકા સુધીનો ફી વધારો કરાતા વિદ્યાર્થીઓ સાથે વાલીઓની ચિંતામાં પણ વધારો થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં હવે તબીબી શિક્ષણ મોંઘુ બનતું જાય છે. મેડિકલની ફીમાં રૂ.૬૦૦૦થી વધારી રૂ. ૨૫,૦૦૦ કરાવામાં આવી છે.
જ્યારે ડેન્ટલની ફી રૂ. ૪૦૦૦થી વધારીને રૂ.૨૦,૦૦૦ કરાઈ છે. આ ઉપરાંત ફિઝિયોથેરાપીની ફીમાં રૂ.૩૦૦૦થી વધારીને રૂ.૧૫૦૦૦ કરવામાં આવી છે. સેલ્ફ ફાયનાન્સ કોલેજોની સરખામણીમાં ફી ઓછી હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે સાથે અન્ય રાજ્યોની સરકારી કોલેજોની સરખામણીમાં પણ ગુજરાતની સરકાર હસ્તક મેડિકલ કોલેજોમાં ફીનો દર ઓછો હોવાના કારણે આ નિર્ણય લેવાયો હોવાનો સરકારે દાવો કર્યો હતો.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



