તો સ્ટ્રોક હુમલાનો ખતરો ઓછો

0
29

તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે અગાઉ હાઈપરટેન્સનની તકલીફ ધરાવનાર જે દર્દીઓ બ્લડપ્રેશરને ઘટાડવાની દવા લઈ રહ્યા છે તે દર્દીઓમાં સ્ટ્રોકનો હુમલો થવાનો ખતરો ૨૨ ટકા સુધી ઘટી જાય છે. જર્નલ સ્ટ્રોકના અહેવાલમાં આ મુજબની વાત કરવામાં આવી છે. ૭૦૬૪૪ દર્દીઓને આવરી લઈને કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ અભ્યાસના ભાગરૂપે બ્લડપ્રેશરને ઘટાડવાની દવા લેતા અને અગાઉ હાઈપરટેન્શનની તકલીફનો સામનો કરી ચૂકેલા દર્દીઓ અંગે અભ્યાસની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. વર્તમાન તારણો ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે આમા જણાવવામાં આવ્યું છે કે પ્રિ હાઈપરટેન્શન માટે મેડીકેશનની શરૂઆત કરતા પહેલાં યોગ્ય તબીબી સલાહ લેવાની બાબત ખૂબ જ મહત્વપૂર્ણ છે. હાઈ રિસ્ક દર્દીઓમાં સાવધાની ખૂબ જ જરૂરી બની ગઈ છે. ધૂમ્રપાન, ડાયાબિટીશ, મીની સ્ટ્રોક અથવા તો પારિવારિક ઇતિહાસ ધરાવનાર જાખમી દર્દીઓને સાવધાનીપૂર્વક દવાઓનો ઉપયોગ કરવો જાઈએ. અભ્યાસના ભાગરૂપે એક વાત સ્પષ્ટ રીતે જાણવા મળી છે કે પ્રિ હાઈપરટેન્શનના દર્દીઓ જે બ્લડપ્રેશરને ઘટાડવાની દવા લઈ રહ્યા છે તેમાં સ્ટ્રોકનો ખતરો ઘટી જાય છે.

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
—

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY