આજ રોજ ભરૂચના સ્ટેશન સર્કલ પાસે ડો.બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્રારા મગફળી કૌભાંડ માટે વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોઓમાં રૂપિયા ૪ હજાર કરોડના મગફળી કૌભાંડમાં મગફળી ખરીદીમાં જ નહીં, મગફળીમાં માટી-કાંકરા ભેળવી ગોડાઉનો સળગાવી સુનિશ્ચિત રીતે કરોડો રૂપિયાની ખાયકી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ પાર્ટી ભાજપા સરકારને ભીંસમાં લેવા માટે આજ રોજ અમદાવાદ સહિત ૮ મહાનગરો ઉપરાંત ૩૩ જિલ્લાઓમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોએ વિરોધ પ્રદર્શનો યોજ્યા હતાં.

જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્રારા પણ સ્ટેશન સર્કલ ખાતે મોટી સાંખ્યમાં ઉપસ્થિત થઈને ગાળામાં મગફળીના હારો પહેરી,એક બીજાને મગફળીના હાર પહેરાવી, હાથમાં બેનરો અને ભારે સુત્રોચ્ચારો સાથે વિરોધ પ્રદર્શન યોજી આ મગફળી કાંડની ગુજરાત હાઈકોર્ટના સીટીંગ જજની દેખરેખ હેઠળ તપાસની કરવાની માંગ કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા,જિલ્લા પંચાયત પ્રમુખ જશુબેન પઢીયાર, યુવા કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ,મીડિયા કન્વીનર નાઝુ ફડવાળા,સંદીપ મંગરોલા,પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા,ભરૂચ શહેર કાર્યકારી પ્રમુખ હેમેન્દ્ર કોઠીવાલા,અંકલેશ્વર શહેર પ્રમુખ જગતસિંહ વાસડીયા,મહિલા પ્રમુખ ચેતના વસાવા,ગુજરાત યુથ કૉંગ્રેસ પ્રદેશમંત્રી અને ભરૂચ નગરપાલિકા સભ્ય સમસાદઅલી સૈયદ,તાલુકા પ્રમુખ સલીમ પટેલ,
જુબેર પટેલ,કોંગી અગ્રણી સુનિલ પટેલ,દહેગામ સરપંચ ઈલીયાશ પટેલ,હાફેજી દયાદરવાળા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ. મો:-9537920203
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
–
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






