મુંબઈ,તા.૧૪
સોશ્યલ મીડિયા પર ભડકેલી મી ટુની આગ ભલભલી જાણીતી હસ્તીઓને દઝાડી રહી છે. હવે મુંબઈની એક મોડેલે ફિલ્મ ડિરેક્ટર સુભાષઘાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મુંબઈના એક અખબારના અહેવાલ પ્રમાણે મોડેલે પોલીસ ફરિયાદમાં કહ્યુ હતુ કે ૬ ઓગસ્ટે સુભાષ ઘાઈએ મને પોતાની ઘરે બોલાવી હતી. જ્યાં પહેલાથી પાંચેક લોકો હાજર હતા. ઘાઈએ મને તેમનુ મસાજ કરવાની ફરજ પાડી હતી. એ પછી હું હાથ ધોવા ગઈ ત્યારે ઘાઈ પાછળથી આવીને મને એક રુમમાં વાત કરવા માટે લઈ ગયા હતા. જ્યા તેમણે મને કિસ કરવાની કોશીશ કરી હતી.
મોડેલે કહ્યુ હતુ કે મેં ઘરે જવાની વાત કરી ત્યારે સુભાષ ઘાઈએ જણાવ્યુ હતુ કે તુ રાતે નહી રોકાય તો તને લોન્ચ નહી કરુ. આ પહેલા રાઈટર મહિમા કુકરેજાએ પણ સુભાષ ઘાઈ વિરુધ્ધ એક પોસ્ટમાં લખ્યુ હતુ કે એક પીડિતાએ મને કહ્યુ હતુ કે સુભાષ ઘાઈએ મને નશીલુ ડ્રિન્ક પીવડાવીને હોટલમાં મારા પર રેપ કર્યો હતો.
દરમિયાન ઘાઈએ સ્પષ્ટતા કરતા કહ્યુ હતુ કે મારા પર મુકાયેલા આરોપો અંગે સાંભળીને મને દુખ થાય છે.કોઈને ખરાબ ચીતરવાની ફેશન શરુ થઈ છે.આ તમામ આરોપોને હું ફગાવુ છું, મેં હંમેશા વર્કપ્લેસ પર મહિલાઓને સનેમાન આપ્યુ છે. જા કોઈ મહિલા આરોપ મુકતી હોય તો તેણે કોર્ટમાં જઈને આરોપ સાબિત કરવો જાઈએ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




