ટેક્સટાઈલ માર્કેટમાં વધુ એક પાર્ટી ઉઠમણું અનેક વેપારીઓ ભેરવાયા

0
10

અભિનંદન ન્યુ લુક નામે વેપાર કરનાર પાર્ટીની દુકાન પણ બંધ
સુરત, તા.૨૫
બેગમપુરા દશવાની ચેમ્બર્સમાં અભિનંદન ન્યુ લુકના નામથી વેપાર કરનાર પાર્ટીએ અનેક વેપારી સાથે ઠગાઈ કરી લાખો રૂપિયામાં ઉઠમણું કર્યુ હતું.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મજૂરા વિજયનગર સોસાયટીમાં રહેતાં નરેન્દ્ર રામઅવતાર સાબુએ આરોપી હિતેશભાઈ (અભિનંદન ન્યુ લુક દશવાની ચેમ્બર, બેગમપુરા), નરેન્દ્રભાઈ ઉર્ફે પપ્પુભાઈ (કંવર એજન્સી, ગોપી માર્કેટ, રિંગરોટ) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ કાવતરુ રચી ફરિયાદી નરેન્દ્રભાઈ પાસેથી રૂ.૧,૭૯,૩૪૦નો માલ આકાશ ટેક્ષ્ટાઈર્લ્સના વેપારી અશોક લાલવાણી પાસેથી રૂ.૨,૨૧,૯૫૦નો માલ, રીચ એન્ડ રોયલની વેપારી પાસેથી રૂ.૧,૨૮,૫૨૭નો માલ ખરીદી પેમેન્ટ ચૂકવવાને બદલે વાયદાઓ કરી દુકાન બંધ કરી નાસી ગયા હતા. આ આરોપી વેપારીઓએ અનેક વેપારી સાથે ઠગાઈ કરી હતી. બનાવ અંગે સલાબતપુરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY