બિજનૌર,તા.૧૪
રાજ્યસભા સાંસદ અમર સિંહે ઉત્તર પ્રદેશની પૂર્વની સમાજવાદી સરકારની આલોચના કરતા કહ્યુ કે ગુજરાતમાં જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતાં તે ૧૪ વર્ષ કિયારેય તોફાન થયા નથી. જ્યારે ઉત્તર પ્રદેશમાં સપા સરકારમાં મુઝફ્ફરનગરમાં મુસલમાનો મરી રહ્યાં હતાં. સિંહે અહીં મોદી અગેઈન પીએમ મિશન કાર્યક્રમમાં સામેલ થયા બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યુ કે તેમણે મુલાયમ સિંહ યાદવને છોડ્યા નથી. પરંતુ બે વાર પાર્ટીમાંથી તેમને કાઢી મૂકાયા. તેમણે કહ્યુ કે જ્યારે મુઝફ્ફરનગરમાં રમખાણોમાં મુસલમાનો મરી રહ્યાં હતાં ત્યારે યાદવ પરિવાર સૈફઈમાં મહોત્સવમાં વ્યસ્ત રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સપા નેતા અખિલેશ યાદવે તાજેતરમાં આરોપ લગાવ્યો હતો કે અમરસિંહ હકીકતમાં ભજાપના ઈશારે કામ કરી રહ્યા છે. અમરસિંહે છેલ્લા કેટલાક મહિનાઓમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે અનેક મુલાકાતો કરી હતી, જેને આ અંગે કારણભૂત ગણવામાં આવી રહી છે. એટલે સુધી કે યુપી ઈન્વેસ્ટર્સ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાર્વજનિક રીતે એક પ્રસંગની ચર્ચા દરમિયાન અમરસિંહનો ઉલ્લેખ પણ કરી દીધો. ત્યારબાદથી જ અમર સિંહનો જુસ્સો ઊંચો જાવા મળી રહ્યો છે અને સપાને વગોવવામાં કોઈ તક છોડતા નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



