સુરત, તા.૨૦નાગરિકોને પોતાની ચિંતાઓ રજૂ કરવા માટે સક્ષમ બનાવવા તથા તેમને પ્લેટફોર્મ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે સુભાષ ચંદ્રા (સચ) ફાઉન્ડેશન દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે પોતાના પ્રકારના પ્રથમ દેશ કા સચ નામની ડિજિટલ પહેલ લોન્ચ કરી છે. દેશના નાગરિકોને પોતાના મુદ્દાઓ અને અસરકર્તા મુદ્દાઓને રજૂ કરવા માટે સોશિયલ પ્લેટફોર્મ ઓફર કરવા માટે શ્રી સુભાષ ચંદ્રા દ્વારા રજૂ કરાયેલાં ખ્યાલ – દેશ કા સચ (ુુ.ઙ્ઘીજરાટ્ઠજટ્ઠષ્ઠર.ૈહ) પોતાના પ્રકારનું પ્રથમ પ્લેટફોર્મ બની રહેશે, જે જાહેર હિતોને લક્ષ્યમાં રાખશે.
જાહેર હિતો સંબંધિત મજબૂત મત ધરાવતા અને સકારાત્મક પરિવર્તન લાવાવ ઇચ્છતા નાગરિકો તેમની પીટીશન દાખલ કરી શકશે અથવા અન્ય કોઇ વ્યક્તિની પીટીશનને સહયોગ આપી શકશે. શ્રી સુભાષ ચંદ્રા પોતે ૧૦,૦૦૦થી વધુ લોકોનો સપોર્ટ ધરાવતી પીટીશનને ધ્યાનમાં લઇને તેના ઉકેલ માટે પ્રયાસો કરશે.
આ પ્લેટફોર્મ અંગે વાત કરતાં સચ ફાઉન્ડેશનના શ્રી સુભાષ ચંદ્રાએ જણાવ્યું હતું કે, “આટલા વર્ષોમાં મેં નાની અને મોટી સ્ક્રીન દ્વારા સામાજિક અપેક્ષાઓ અને આપણા સમાજ સંબંધિત મુદ્દાઓને કેન્દ્રમાં લાવવા માટે પ્રયાસ કર્યો છે. જાકે, આ મહાન દેશના નાગરિક તરીકે મારું મક્કમપણે માનવું છે કે દરેક વ્યક્તિની જવાબદારી છે કે તે દેશને વૃદ્ધિ સાધવામાં મદદરૂપ બને. દેશ કા સચ અમારો નમ્ર પ્રયાસ છે કે પરિવર્તનનો સૂર મજબૂત કરવા તથા વિવિધ મુદ્દાઓ ઉપર પ્રકાશ પાડવા માટે પ્લેટફોર્મ આપવા માગીએ છીએ. અમે લોકોને એકબીજાની વધુ નજીક લાવીને તેમને એકબીજાને મદદરૂપ બનવામાં પ્રયાસ કરીએ છીએ. મને આશા છે કે નાગરિકો આ માધ્યમનો ઉપયોગ કરશે પોતાની જવાબદારી નિભાવીને દેશની વૃદ્ધિને બળ આપશે.”
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



