સુરત, તા.૨૦
વિજયા દશમી પર્વની શ્રી ક્ષત્રિય ખેîગાર રાજપૂત સમાજ, માંડવી દ્વારા પણ ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.
માંડવીના ખેîગાર ફળિયામાં માતાજીના મંદિર પટાંગણમાં આયોજિત દશેરા પર્વ ઉજવણીના કાર્યક્રમ દરમિયાન શાસ્ત્રોક્તવિધી શસ્ત્ર પૂજન સહિત માતાજીનું પૂજન કરાયુ હતું. ખેîગાર રાજપૂત સમાજના યુવાનો દ્વારા અહીં જાશ અને ઉમંગ સાથે તલવાર બાજી સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ રજુઆત કરવામાં આવી હતી. જેને મહાનુભાવોએ રોકડ પારિતોષિકોથી નવાજી પ્રોત્સાહિત કર્યા હતા.
દરમિયાન શ્રી ક્ષત્રિય ખેંગાર રાજપૂત સમાજના પ્રમુખ શ્રી ઉપેન્દ્રસિંહજી હરીસિંહજી ખેîગાર (નેતાજી)એ તેમના ઉદ્બોધનમાં સામાજિક એકતા, અને સંગઠન ઉપર ભાર મુક્યો હતો. નેતાજીએ આગામી દિવસોમાં હાથ ધરાનારા વિવિધ કાર્યક્રમો, યોજનાઓ, નવા પ્રકલ્પોનો ખ્યાલ આપી, સૌ સમાજબંધુઓને તન, મન,અને ધનથી સહયોગ આપવા માટે પણ આ વેળા અનુરોધ કર્યો હતો. ખેîગાર રાજપૂતોના ગૌરવશાળી ઇતિહાસને ઉજાગર કરવાના અનુરોધ સાથે નેતાજીએ રાજપૂતોની શૌર્ય ગાથા પણ વર્ણવી હતી.પ્રમુખશ્રીએ વાષિક સાધારણ સભા સહિત, સમાજના સ્નેહમિલન જેવા કાર્યક્રમો દશેરાના દિવસે આયોજિત કરીને, સૌને એકત્ર થવાની સાથે સાથે એકમેકનો પરિચય કેળવવાની પણ તક ઉપલબ્ધ થાય છે તેમ જણાવ્યું હતું.
આગામી દિવસોમાં સામાજિક એકતા, સમરસતા, અને સંગઠન માટે માંડવી સહિત આસપાસના ગામોમાં વસતા ક્ષત્રિય ખેîગાર રાજપૂત સમાજના તબક્કાવાર સ્નેહમિલન કાર્યક્રમોના આયોજનનો વિચાર રજુ કરતા શ્રી ઉપેન્દ્રસિંહજીએ વર્ષ ભર આયોજિત વિવિધ ઉત્સવો, કાર્યક્રમોના આયોજનો, જુદી જુદી ઉજવણી સમિતિના કાર્યો કારોબારી સમિતિના પરામર્શમાં રહીને સફળતાપૂર્વક પાર પાડી શકાશે તેમ પણ જણાવ્યું હતું.
બેટી બચાવો-બેટી પઢાવોના વિચારને મૂર્તિમંત કરતા પ્રમુખશ્રીએ ખેîગાર રાજપૂત ઉપરાંત અન્ય રાજપૂત સમાજના કોઇપણ ગરીબ પરિવારમાં દિકરીનો જન્મ થાય, તો તેમને અંગત રીતે તેમના તરફથી રૂપિયા પાંચ હજારની પ્રોત્સાહક મદદ સાથે, આવી કન્યાઓને પ્રધાનમંત્રી સુકન્યા યોજના સાથે જાડીને, તેના ભવિષ્યને સુરક્ષિત કરવાનું કાર્ય ઉપાડવામાં આવી રહ્નાં છે તેમ પણ જણાવ્યું હતું.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




