
વડોદરા,તા.૬
ફ્રેન્ડશિપ ડેના દિવસે વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં યુવાને ગળે ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી. આ યુવાન જે યુવતીને તેની ફ્રેન્ડ બનાવવા માંગતો હતો. તે યુવતીએ ફ્રેન્ડશિપનું પ્રપોઝલ ઠુકરાવી દેતા તેણે અંતિમ પગલું ભર્યું હોવાની ચર્ચા છે. જોકે, સ્થાનિક મિત્રોએ આવી ચર્ચાઓ ખોટી હોવાની વાત કરી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલી સંતોષી માતાની પોળમાં રહેતા રાહુલ રમેશભાઇ વડીયાતરે (ઉં.વ.૨૦) રવિવારે ફ્રેન્ડશિપ ડેના દિવસે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઇ લીધો હતો. રાહુલ ગાજરવાડી પટેલ એસ્ટેટ સ્થિત એક યુનિટમાં એમ્બ્રોઇડરીના કારીગર તરીકે નોકરી કરતો હતો. રાહુલ બે બહેનો વચ્ચે એકનો એક ભાઇ હતો. આ બનાવ બાદ એવી ચર્ચા ચાલી છે કે, રાહુલ જે યુવતીને પોતાની ફ્રેન્ડ બનાવવા માંગતો હતો. તે યુવતીને ફ્રેન્ડશિપ ડેના દિવસે ફ્રેન્ડશિપ રાખવા માટે પ્રપોઝ કર્યું હતું. પરંતુ, યુવતીએ રાહુલનું પ્રપોઝલ ઠુકરાવી દેતા તેને અંતિમ પગલું ભર્યું હતું. જોકે, સ્થાનિક રાહુલના મિત્રો અને પરિવારજનોએ આ વાતનો ઇન્કાર કરી દીધો હતો. અને આ ચર્ચાને માત્રને માત્ર અફવા ગણાવી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


