પોલીસે રેસ્ટોરન્ટના માલિક,મેનેજર,આસિ.મેનેજરની ધરપકડ કરી
ગાંધીનગર,તા.૩
ગાંધીનગરમાં સ્થિત સામિયાના રેસ્ટોરન્ટની આડમાં ચાલતા ગેરકાયદેસર હુક્કાબાર પર આજે SOG દ્વારા રેડ કરવામાં આવી છે. પોલીસે દરોડો પાડતાં અલગ-અલગ પ્રકારની હુક્કાની ફ્લેવર પણ મળી આવી હતી. જોકે આ અગાઉ પોલીસે આ જ હુક્કાબારમાં દરોડા પાડ્યા હતાં. આ રેડ દરમિયાન રેસ્ટોરન્ટના માલિક ,મેનેજર અને આસીટન્ટ મેનેજર વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. જ્યારે રેસ્ટોરન્ટના મેનેજન સહિત ૩ની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગાંધીનગરમાં સ્થિત સામિયાના રેસ્ટોરન્ટમાં ચાલતા હુક્કાબાર પર આજે SOG એ રેડ કરી હતી. રેડ દરમિયાન ૪ મહિલા અને ૨૩ પુરુષોને પોલીસે હુક્કા પીતા ઝડપાયા હતા. પોલીસને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, અહીં એક મહિલાથી આ હોટલમાં હુક્કા પીવાનું ચાલતું હતું.
હોટલમાં યુવક અને યુવતીઓ હોટલમાં હુક્કા પી રહી હતી તે દરમિયાન પોલીસે રેડ પાડી હતી. પોલીસની રેડ પડતા રેસ્ટોરન્ટમાં યુવક અને યુવતીઓમાં દોડધામ મચી ગઈ હતી. જ્યારે યુવતીઓ પોતાનું મોઢાં સંતાડતી હતી. પોલીસે ૨૩ યુવક અને ૪ યુવતીઓની પૂછપરછ પણ કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



