યુનિવર્સિટીમાં અનામલને લઈ બદલાયેલું રોસ્ટર ફરી વખત સંશોધિત કરાશે

0
15

એસસી-એસટી અને ઓબીસીને વધુ એક ભેટ આપવાની સરકારની તૈયારી
ન્યુ દિલ્હી,તા.૨૫
એસસી-એસટી અને ઓબીસી વર્ગને આકર્ષવા માટે જોર લગાવી રહેલી સરકાર હવે આ વર્ગને આવતાં સપ્તાહ સુધીમાં વધુ એક મોટી ખુશખબર આપી શકે છે. યુનિવર્સિટીમાં અનામતને લઈને બદલાયેલું રોસ્ટર ફરી એક વખત સંશોધિત કરવામાં આવી શકે છે. તેને લઈને ખરડો પણ તૈયાર કરી લેવાયો છે. તમામ મંત્રાલયો પણ આ અંગે પોતાની પરવાનગી આપી દીધી છે. આવતાં સપ્તાહે બિલને કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવી શકે છે અને ત્યાંથી મંજૂરી મળ્યા બાદ તે પ્રભાવિત થઈ જશે. સરકારે આ પહેલાં એસસી-એસટીને નવા એક્ટ અને ઓબીસીને બંધારણીય દરજ્જા પ્રાપ્ત પંચની ભેટ આપી હતી.
અલ્હાબાદ હાઈકોર્ટના એક આદેશ બાદ યુનિવર્સિટીઓના અનામત રોસ્ટરમાં ફેરફાર થયો હતો. આ હેઠળ યુનિવર્સિટીને યુનિટ માનવાની જગ્યાએ વિભાગને યુનિટ માનવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેને લઈને એસસી-એસટી અને ઓબીસી વર્ગ નારાજ હતો. તેનું માનવું છે કે તેનાથી બંધારણ હેઠળ પ્રાપ્ત થનારી અનામતનો લાભ મળી શકશે નહીં. તેની માંગ છે કે અનામત રોસ્ટરમાં પહેલાની જેમ યુનિવર્સિટીને જ યુનિટ રાખવામાં આવે. મંત્રાલયની તૈયારીને ધ્યાનમાં રાખી આશા છે કે તેને હવે આવતાં સપ્તાહે મળનારી કેબિનેટ સમક્ષ મુકી દેવામાં આવે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY