અકસ્માત બાદ ડ્રાઈવર નાસી ગયો
સુરત, તા. ૧૮
કીમ ખાતે આવેલા વડોલી ગામ જીઈબી ઓફિસ સામે ગઈકાલે રાત્રે કાર સાથે સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલક યુવકનું ગંભીર ઈજાથી મોત થયું હતું.
જિલ્લા પોલીસ સૂત્રોના જણાવ્યચા અનુસાર ગઈકાલે રાત્રે સુરત જિલ્લાના કીમ ખાતે આવેલા વડોલી ગામ પેટ્રોલપંપની બાજુમાં જીઈબીની ઓફિસ સામે મારૂતિવાન નંબર જી.જે.-૧૬-બી.બી. ૦૪૫૪ અને મોટર સાઈકલ નંબર જીજે-૫-ઈ.પી. ૧૭૨૦ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં મારૂતિવાને આગળની ટક્કર મારતા બાઈક ચાલક મનીષભાઈ ઠાકોરાઈ પટેલનું માથા અને જમણા પગમાં ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું. અકસ્માતના બનાવને પગલે સુરેશભાઈ બાલુભાઈ પટેલ રહે. ભૌદોલ ગામ, દોલતનગર ફળિયુ અોલપાડએ કીમ પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી સાથે એએસઆઈ અંબારામ ચીમનભાઈ વધુ તપાસ શરૂ કરી હતી. અને ભાગી છૂટેલા વાન ચાલકને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





