બલેશ્વર પાટિયા પાસેથી દારૂનો જથ્થો લઈને જતી વાન ઝડપાઈ

0
8

રૂ. ૧.૮૧ લાખના મુદ્દામાલ સચાથે બેની ધરપકડ
સુરત, તા. ૧૮
પલસાણા તાલુકાના બલેશ્વરï પાટિયા પાસેથી દારૂ ભરેલી વાન સાથે ડ્રાઈવર સહિત પોલીસે ઝડપી પાડયા હતા. તેમજ દારૂનો જથ્થો અને વાન મળી કુલ રૂ. ૧.૮૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જિલ્લા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પલસાણા પોલીસેગ ઈકાલે બાતમી આધારે બલેશ્વર પાટિયા શિવશક્તિ હોટલની સામે હાઈવે-પરથી દારૂ ભરેલી વાન નંબર જીજે-૨૧-સીએ-૦૮૩૮ને ઝડપી પાડી હતી. અને કાયદેસરની કાર્યવાહી સાથે વાનના ડ્રાઈવર ગોપાલભાઈ દગુભાઈ ભરવાડ (રહે. ઉન ગામ આશ્રમની બાજુમાં તા. જિ. નવસારી તથા વિકાસ રાકેશભાઈ પટેલ રહે. વિઠ્ઠલ મંદિરની પાસે હનુમાન નગર સોસાયટી વિજલપુર નવસારીની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય આરોપી સ઼જુ ઉર્ફે સંજય વર્મા સહિત બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ ઉપરાંત પોલીસે રૂ. ૧,૮૧,૨૦૦નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY