યોજાયેલી સભામાં મોટી સંખ્યામાં લોકો જાડાયા
સુરત, તા.૧૮
સુરત મહાનગરપાલિકા સંચાલિત ડો. શ્યામ પ્રસાદ મુખર્જી લેક ગાર્ડન કાસાનગર, કતારગામમાં તા.૧૭-૨-૨૦૧૯ના રવિવારે સવારે ૭ કલાકે મોર્નિંગ વોક ગ્રુપ દ્વારા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી મીણબત્તી શબ્દો તથા મૌન દ્વારા અપાઈ હતી.
સભામાં મોટી સંખ્યામાં લેક ગાર્ડનમાં આવનાર ભાઈઓ તેમજ બહેનો પણ મોટી સંખ્યામાં હતા. તે દેશ પ્રત્યેથી બહેનોની જાગૃતિ બતાવે છે. સભાનું સંચાલન પત્રકાર તથા સામાજિક કાર્યકર મહેશભાઈ ડોક્ટર તથા ભરતસિંગ મનસુખભાઈ, ડો. ડી.બી. સવાણી તથા ચંદુભાઈ કિરણ ગ્રુપ તથા શાસ્ત્રીજી અને દરેક ગાર્ડન ગ્રુપના લીડરો પોતાના સભ્યની સાથે મોટી સંખ્યામાં આવી શ્રદ્ધાંજલી આપી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


