અર્જૂન મુંડાનું વિવાદાસ્પદ નિવેદનઃ ‘કોંગ્રેસની સભામાં લોકો ન આવતાં કાર્યક્રમો રદ કર્યા’

0
26

સુરત,તા.૨૮
એર સ્ટ્રાઈક બાદ ભારત પાકિસ્તાનના સંબંધો વણસ્યા છે. અઘોષિત યુધ્ધ જેવી સ્થિતિ થઈ ગઈ છે. ત્યારે સુરતમાં ભારત કી મનકી બાત મોદી કે સાથ નામના કાર્યક્રમમાં આવેલા ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અર્જૂન મુંડાએ કોંગ્રેસ દ્વારા રદ થયેલા કાર્યક્રમો અંગે નિવેદન આપતાં કહ્યું હતું કે, કોંગ્રેસના કાર્યક્રમમાં લોકો આવતાં નથી જેથી તેઓ કાર્યક્રમ રદ કરી રહ્યાં છે. દેશમાં સામાન્ય સ્થિતિ જ છે. તણાવ ન હોવાથી જ ભાજપના કાર્યક્રમો નિર્ધારિત રીતે ચાલી રહ્યાં હોવાનું વિવાદીત નિવેદન આપ્યું હતું.
કોંગ્રેસ દ્વારા બે દિવસીય સીડબલ્યુસીની અમદાવાદમાં યોજાનારી મિટીંગ અને સભા કોંગ્રેસ દ્વારા રદ કરવામાં આવી છે. કોંગ્રેસ દેશમાં પ્રવર્તી રહેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ રદ કર્યાનું જણાવ્યું હતું. ત્યારે ભાજપના નેતા અને ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અર્જૂન મુંડાએ કહ્યું કે, દેશમાં ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક પણ કાર્યક્રમ રદ થયો નથી. દેશમાં કોઈ જાતની ઉતેજના નથી પરંતુ કોંગ્રેસની સભામાં લોકો ન આવતાં હોવાથી તેઓ હવે કાર્યક્રમો દેશા નામે રદ કરે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY