શહેરના તમામ વિધાનસભા વિસ્તારોમાં ભાજપાની વિજય સંકલ્પ બાઈક રેલી નીકળી

0
7

સુરત, તા.૨
લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે ભાજપા દ્વારા આજે વિજય સંકલ્પ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના તમામ વિસ્તારોમાં ધારાસભ્યોની હાજરીમાં બાઈક રેલી નીકળી હતી. વિવિધ વિસ્તારોમાં વિવિધ આગેવાનો હાજર રહીને છેલ્લા પાંચ વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કામગીરી અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આજે સવારે શહેર ડીંડોલી વિસ્તારમાંથી ધારાસભ્ય સંગીતાબેન પાટીલની આગેવાનીમાં વિજય સંકલ્પ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેમાં મુખ્ય આગેવાન તરીકે સાંસદ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્ના હતા. આ ઉપરાંત સમગ્ર લીંબાયત વિધાનસભા વિસ્તારના ભાજપના કોર્પોરેટરો અને કાર્યકર્તા હાજર રહ્ના હતા.
આજે સવારે દસ વાગ્યાના સુમારે અડાજણ વિસ્તારમાં પિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદીની આગેવાનીમાં વિજય સંકલ્પ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય આગેવાની તરીકે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા હાજર રહ્ના હતા. રાંદેર અડાજણ વિસ્તારના કોર્પોરેટર અને કાર્યકર્તા પણ મોટી સંખ્યામાં બાઈક રેલીમાં જાડાયા હતા. રેલી દરમિયાન શહેરીજનોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિવિધ યોજના અંગે માહિતગાર કરતા પોસ્ટરો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.મોદી હે તો મુમકીન હૈના નારાઅો રેલીમાં લાગ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY