ગુણસદા ખાતે યોજાનારા મુખ્યમંત્રીના કાર્યક્રમને અનુલક્ષીને ટ્રાફિક ડાયવર્ટ કરાયો

0
19

વ્યારા, તા.૨

આગામી તા. ૩જી, માર્ચના રોજ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા મુકામે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં રાજયના અન્ય મહાનુભાવો તથા જાહેરજનતા પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ દરમિયાન ટ્રાફિકની કોઇ સમસ્યા ઉપસ્થિત ન થાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ તેમને મળેલી સત્તાની રૂએ તા. ૩જી, માર્ચના રોજના સવારે ૦૬ઃ૦૦ કલાકથી બપોરે ૧૫ઃ૦૦ કલાક (કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી) સોનગઢ દેવજીપુરા થઇ ઘોડા ગામ તરફ જતો રોડ ભારે વાહનો માટે પ્રતિબંધિત કરી આ રોડ પરનો ટ્રાફિક સોનગઢ-ઉકાઇ-પાથરડા-ઘોડા રોડ થઇ જવા માટે ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ હુકમ આવશ્યક સેવાના વાહનો તથા ઇમર્જન્સી સેવાઓ અને આરોગ્ય વિષયક સેવાઓને લગતા વાહનો અને સરકારી વાહનો તેમજ સરકારી કામે આવન જાવન કરતા તથા કાર્યક્રમમાં ભાગ લેવા આવતા ર્પાકિંગ સ્થળે જતા વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહિં. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સજાને પાત્ર થશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY