તક્ષશિલા આગકાંડમાં ડીજીવીસીએલ, મનપા અને ફાયરની બેદરકારી સ્પષ્ટઃ સતીષ શર્મા

0
9

સુરત,તા.૪
સરથાણા જકાતનાકા ખાતે આવેલી તક્ષશિલા આર્કેડમાં ૨૪મેના દિવસે ગોઝારી આગ લાગી હતી. જેમાં ૨૨ માસૂમો જીવતા ભડથું થઈ ગયા હતાં. સમગ્ર દુર્ઘટનામાં આકરા પગલાં લેવાની ચોતરફથી માંગ થઈ રહી ઝચે. ત્યારે દુર્ઘટનામાં તંત્રની બેદરકારી હતી એવું તપાસમાં બહાર આવ્યું છે. ડીજીવીસીએલ, પાલિકા અને ફાયર વિભાગની બેદરકારીથી મોતનો આંકડો ૨૨ ભુલંકાઓ સુધી પહોંચ્યો હતો એવો ચોંકાનનારો ઘટસ્ફોટ સુરત પોલિસ કમિશનર સતીષ કુમાર શર્માએ કર્યો હતો.
પોલીસ કમિશનર સતીષ કુમાર શર્માએ કહ્યું હતું કે, આગની ઘટના પછી પોલીસે પહેલાં જ સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરી દીધો હતો. વધુ તપાસ કરતા બધા જ તંત્રની બેદરકારી સામે આવી રહી છે અને ઉપરી અધિકારીઓ પોતાના માણસોને બચાવવાના હવાતિયાં મારી રહ્યા છે પણ પોલીસે ઉપરી અધિકારીઓને કડક સૂચના આપી દીધી છે કે, જા તમારા કોઈને પણ બચાવશો તો ગાળિયો તમારા ગળામાં ફીટ કરી દેવાશે.
કમિશનર સતિષ શર્માએ કહ્યું હતું કે, ડીજીવીસીએલના ઇજનેરને જયારે પુછાયું કે, ટ્રાન્સફોર્મરનું મીટર રીડીંગ આપો તો તેણે જવાબ આપ્યો કે, મીટર તો બંધ છે. ઘણા બધા એવો સવાલો છે જેમાં ડીજીવીસીએલની બેદરકારી સ્પષ્ટ પણે દેખાઇ આવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY