સુરત, તા.૨૦
શ્રી બાલાજી અર્બન કો.ઓ. ક્રેડિટ સોસાયટીની ૩૬મી વાર્ષિક સામાન્ય સભા શ્રી વિશા દિશાવળ વણિકની વાડી, બાલાજી રોડ, સુરત ખાતે તા.૧૫-૬-૨૦૧૯ને શનિવારે સાંજે ૫.૦૦ કલાકે મળી હતી. સામાન્ય સભામાં સંસ્થાના પ્રમુખ રાજેષભાઈ દલાલે સંસ્થાની પ્રગતિ અંગેની માહિતી આપી હતી. જેનાથી સભાસદોને સંતોષ અને આનંદની લાગણી થઈ હતી.
ચાલુ વર્ષમાં હોદ્દેદારોમાં પ્રમુખ રાજેષભાઈ દલાલ, ઉપપ્રમુખ રાજેન્દ્રભાઈ બર્મન, મંત્રી હસિતભાઈ મહેતા તથા સહમંત્રી વિનોદભાઈ કણીયાની સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


