દક્ષિણ ગુજરાતમાં ફરી પાછું ચોમાસુ થંભી ગયું : ઉમરપાડા-વઘઈમાં ૪૦મીમી વરસાદ

0
4

બે-ત્રણ દિવસમાં વરસાદ પડવાના અણસાર નથી
સુરત, તા.૨૭
દક્ષિણ ગુજરાતમાં સતત ત્રણ દિવસથી સામાન્યથી ઝરમર વરસાદ નોîધાઈ રહ્ના છે. ગત ચોવીસ કલાક દરમ્યાન ડાંગ જિલ્લાના વઘઈમાં ૪૧મીમી અને સુરત જિલ્લાના ઉમરપાડામાં ૪૦મીમી જેટલો વરસાદ નોધાયો છે. તે શિવાય અન્ય તાલુકાઓમાં ઝરમર ઝાપટા થયા છે.
સુરત ફ્લડ કન્ટ્રોલ વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રમ દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે છુટો છવાયો વરસાદ નોધાઈ રહ્ના છે. ગત ચોવીસ કલાક દરમ્યાન ડાંગ જિલ્લાના વઘઈમાં સૌથી વધુ ૪૧મીમી (પોણા બે ઈંચ) અને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ૪૦મીમી (પોણા બે ઇંચ) વરસાદ નોîધાયો છે. ત્યારબાદ સૌથી વધુ વરસાદ સુરત શહેરમાં ૧૯મીમી, પારડીમાં ૧૩મીમી, ઉમરગામમાં ૧૦મીમી, વલસાડમાં ૮મીમી, વાપીમાં ૨મીમી અને ડોલવણમાં ૫મીમી વરસાદ નોîધાયો છે. આ ઉપરાંત અન્ય તાલુકાઓમાં ઝરમર ઝાપટા થયા છે. આજે સવારથી વાદળછાયુ વાતાવરણ વચ્ચે ઝાપટા થયા છે. પરંતુ એક પણ તાલુકામાં બપોર સુધી નોîધપાત્ર વરસાદ થયો નથી. જુન મહિનાના છેલ્લા સપ્તાહ દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં વરસાદી વાતાવરણ છવાયુ છે. પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ જામે તેવી શક્યતા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY