નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં સર્વત્ર ધીમી ધારે વરસતો વરસાદ

0
5

ઠેક-ઠેકાણે એક ઈંચ જેટલો વરસાદ નોધાયો
સુરત, તા.૨૮
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સતત ચાર દિવસથી ધીમી ધારે વરસાદ થઈ રહ્ના છે. ગત મોડી રાત્રે અને આજે સવારથી ઝરમર વરસાદ યતાવત રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વિજળીના કડાકા ભડાકા વચ્ચે ઝાપટા થઈ રહ્ના છે.
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે સવારથી વાદળછાયા વાતાવરણ અને વીજળીના કડાકા ભડાકા સાથે ધીમી ધારે વરસાદ થઈ રહ્ના છે. સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘરાજાની હાજરી યથાવત રહી છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લામાં નોધાયો છે. કપરાડા-ઉમરગામમાં બે બે ઈંચ, ધરમપુર-વાપીમાં અઢી ઈંચ, પારડી અને વલસાડમાં દોઢ ઇંચ વરસાદ ઝીંકાયો છે. નવસારી જિલ્લાના ખેરગામમાં બે ઇંચ, ચીખલીમાં એક ઇંચ અને નવસારી તથા જલાલપોરમાં અડધો ઇંચ વરસાદ નોધાયો છે.
ડાંગ જિલ્લાના વઘઈમાં એક ઈંચ, સાપુતારામાં પોણા ઇંચ અને આહવા-વઘઈમાં અડધો ઇંચ વરસાદ નોîધાયો છે.
તાપી જિલ્લાના તમામ તાલુકામાં આજે સવારથી મેઘરાજાએ ઉઘાડ લીધો છે. સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોîધાયો હોવાતી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY