વરાછા ટ્રાવેર્લ્સની ઓફિસમાં ક્રિકેટ સટ્ટો રમતા ૩ ઝડપાયા

0
22

વરાછા પોલીસે પૈસા-પત્તાનો જુગાર રમતા છને ઝડપી પાડ્યા
સુરત, તા.૨૯
વર્લ્ડકપ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા ત્રણ જણાંની વરાછા પોલીસે અને જુગાર રમતાં છ જણાંની અમરોલી પોલીસે ધરપકડ કરી હતી.
વરાછા પોલીસે બાતમીના આધારે એલ.એચ.રોડ પેલેસ એપાર્ટમેન્ટમાં આવેલ હરિઓમ ટ્રાવેર્લ્સની ઑફિસમાં દરોડા પાડ્યા હતા. આ અોફિસમાં વર્લ્ડકપની શ્રીલંકા સાઉથ આફ્રિકા મેચ ઉપર સટ્ટો રમાતો હતો. વરાછા પોલીસે લાલજી જેરામ ગોડલીયા, ધર્મેશ બાબુ કણકોટીયા, રજની દામજીની ધરપકડ કરી હતી. રોકડા રૂપિયા સહિત ૩૭૩૭૦ની મળી કબજે કરી હતી.
અમરોલી પોલીસે કોસાડ ગામ પાટીચાલ પાસે જુગાર રમતાં રજાક હૈદર, રોકી ચંપક, શૈલેષ પટેલ બંકીમ ઉર્ફે બંકી ચૌહાણ, જીગ્નેશ મોહન, લાલુ ભાણાની ધરપકડ કરી રોકડા રૂ.૩૫૮૮૦ની મતા કબજે કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY