જીંગા તળાવમાં કરંટ લાગતા મજૂરનું મોત નીપજ્યું

0
10

સુરત,તા.૫
ખજોદમાં કચરા પ્લાન્ટ પાછળ ચાલતા જીંગા તળાવમાં કરંટ લાગતા મજૂરનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ મજૂરને ૧૦૮ દ્વારા પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
સવારે ૧૦ વાગ્યા આસપાસ ખજોદ ખાતે આવેલા કચરા પ્લાન્ટની પાછળના જીંગા તળાવમાં કામ કરતા મજૂર કિરણ ખારમા મિસ્ત્રી (ઉ.વ.૨૩)ને કરંટ લાગતા મોત નીપજ્યું હતું. સાથી કામદારોએ મજૂરને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. અને વધુ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY