અઠવાલાઈન્સ જૈન સંધમાં ઉત્સાહ અને આનંદ છવાયો
સુરત, તા. ૧૮
જૈનોના આચાર્ય ભગવંત ૪૩૧ને દિક્ષાદાનેશ્વરી આચાર્યશ્રી ગુણરત્ન સુરીશ્વર મહારાજશ્રી તથા પ્રખર વ્યાખ્યાનકર્તા આચાર્યશ્રી રશ્મિરત્ન સુરીશ્વરજી મહારાજશ્રી તથા પંન્યાસ શ્રી હર્ષરત્નવિજયજી મહારાજશ્રી આદિથાણા એકવાન અને ગુરૂમાતા પ્રવર્તીની શ્રી પૂર્ણરેખાશ્રીજી આદિથાણા સીતેર સહિત કુલ ૧૨૧નો મંગલમય ચાતુર્માસ પ્રવેશ અઠવા લાઇન્સ જૈન સંઘમાં અત્યાંત ઉલ્લાસ અને આનંદ સાથે થયો
આચાર્યશ્રી રશ્મિરત્ન સુરીશ્વરજી મહારાજશ્રીએ આજે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે અઠવા લાઇન્સ સુધીનો રાજમાર્ગ માનવ મહેરામણથી ઉભરાયો હતો. ત્યારબાદ મહારાજશ્રી અઠવા લાઇન્સ જૈન સંઘના ઉપાશ્રયમાં દાખલ થયા હતાં. ત્યાં મહારાજશ્રીના આવકાર અને સંત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સંઘના પ્રમુખ શ્રી જયંતભાઇ શાહ તથા શ્રી ચીનુભાઇ શાહે લાગણીભર્યા શબ્દોમાં સ્વાગત પ્રવચન કર્યું હતું.
આચાર્યશ્રી ગુણરત્ની સુરીશ્વરજી મહારાજશ્રી અને આચાર્યશ્રી રશ્મિરત્ન સુરીશ્વરજી મહારાજશ્રીએ તેમના મંગલ પ્રવચનમાં જણાવ્યું હતું કે ચાતુર્માસ એ ભારતીય સંસ્કૃતિ અને જૈન સંસ્કૃતિની ઘરોહર છે. ચાતુમાર્સ એટલે આત્માની વસંત રૂતુ અને આત્મને જગાડવાનું મહાપર્વ છે.સુક્ષ્મ અને દરેક જીવોને અભય દાન મળે તે માટે જૈનોના ચારેય ફિરકાઓના ૧૬૮૫૦ જેટલા સાધુ સાધ્વીજીઓ તેમની વિહાર યાત્રાને વિરામ આપી એક જ સ્થળમાં ચાર મહીના સ્થિરતા કરી ધર્મલાભ આપે છે.આ ચાર મહીનામાં વ્યાખ્યાન,જાપ, તપ અને ત્યાગ જ્ઞાન સંસ્કાર શિબિરોનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.
આ પ્રસંગે આચાર્યશ્રી મુનીશરત્ન સુરીશ્વરજી મહારાજશ્રી તથા આચાર્યશ્રી દિક્ષીતરત્ની વિજયજી મહારાજશ્રી તેમજ શ્રી નરેન્દ્રભાઇ કામદાર તથા સુનીલભાઇ ઝવેરી વગેરેએ ભાવવાહી શબ્દોમાં આજના દિવસ પ્રસંગે પ્રાસંગિદ ઉદબોધન કરી ચાતુમાર્સની શુભેચ્છાઓ પાઠવી હતી. આજના દિવસે શ્રીફળની પ્રભાવના અને સ્વામી વાત્સલ્યનું એટલે કે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


