એમ્વેનો હર્બલ ઓરલ કેર સેગમેન્ટમાં પ્રવેશ

0
7

ગ્લિસ્ટર હર્બલ્સ ટૂથપેસ્ટ બજારમાં મૂકી
સુરત, તા.૮

દેશની સૌથી મોટી એફએમસીજી ડાયરેક્ટ સેલિંગ કરતી એમ્વે ઇન્ડિયાએ આજે તેના તાજેતરના સંશોધન એવી ‘ગ્લિસ્ટર હર્બલ્સ ટૂથપેસ્ટ’ને બજારમાં મુકવાની જાહેરાત કરી હતી, જેની સાથે હર્બલ ઓરલ કેર પ્રોડક્ટ ક્ષેત્રે પોતાનો પ્રવેશ પ્રસ્થાપિત કર્યો છે. વૈશ્વિક સ્તરે રૂ. ૧૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતી ગ્લિસ્ટરની સફળતા પર આધારરાખતા નવી હર્બલ કેર પ્રોડક્ટ સુસંગત હર્બલ ઇનગ્રેડીયન્ટ્‌સનું આકર્ષિત સ્વાદ સાથેનું મિશ્રણ છે અને ખુશ કરે તેવો કલર ધરાવે છે જે દરેકની રુચિ અનુસાર છે. આ નવી અને એડવાન્સ્ડ પ્રોડક્ટ સાથે એમ્વે ઇન્ડિયા ભારતમાં વૃદ્ધિ પામી રહેલા રૂ. ૧૯૮૦ કરોડના ટર્નઓવરવાળા સેગમેન્ટને ટાર્ગેટ કરી રહી છે.
ગ્લિસ્ટરને લોંચ કરવાની જાહેરાત કરતા એમ્વે ઇન્ડિયાના ચિફ માર્કેટિંગ ઓફિસર શ્રી સુંદીપ શાહે જણાવ્યું હતું કે ગ્લિસ્ટર અમારી અત્યંત લોકપ્રિય વૈશ્વિક બ્રાન્ડ રહી છે. છેલ્લા પાંચ દાયકાથી શ્રેષ્ઠ વેચાણ ધરાવતી એવી ગ્લિસ્ટરે વિશ્વભરમાં ઉપભોક્તાઓનો વિશ્વાસ જીત્યો છે અને તે ઓરલ હાઇજિન રુટીનનો એક ભાગ બની છે. સૌથી વધુ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ ઓફર કરવાની અમારી પ્રતિબદ્ધતા સાથે લાંબા ગાળાના નિરોગી જીવન માટેના નેચરલ અને હર્બલ વિકલ્પો માટેની વધી રહેલી માગ પર ધ્યાન કેદ્રિત કરતા ગ્લિસ્ટર હર્બલ્સ એ અમારી અગ્રણી બ્રાન્ડનું વિસ્તરણ છે અને અમારા ભારતીય ઉપભોક્તા માટે સ્વદેશી ધોરણે વિકસાવવામાં આવી છે.”

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY