બ્રાન્ડેડ કંપનીઓની નકલી ચીજ-વસ્તુઓ વેચવાના કેસમાં ચારનો નિર્દોષ છુટકારો

0
14

કોર્ટની ટ્રાયલ દરમિયાન પોલીસ મુદ્દામાલ કોર્ટમાં રજૂ કરી શકી નહીં
સુરત, તા.૮
સુરતના ચૌટાબજાર વિસ્તારોમાં આવેલી જુદી જુદી દુકાનોમાં ગાર્નિયર અને લોરિયલ કંપનીની ડુપ્લીકેટ ચીજ વસ્તુઓનું ગેરકાયદેસર રીતે વેચામ કરતા હોવાની બાતમીના આધારે પોલીસે ચાર દુકાનોમાં દરોડા પાડી તેમના સંચાલકો સામે ગુનો નોંધ્યો હતો. આ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા કોર્ટે ચારેય આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા.
પોલીસે ગત તા.૨૦મી ફેબ્રુઆરી ૨૦૦૮ના રોજ ચૌટાબજાર વિસ્તારની સુરત બ્યુટિ કલેક્શન રફીક હાજી ઉસ્માન મેમણ, સના કોસ્મેટિકના અબુબકર અબ્દુલ કરીમ તૈબાની, એન.આર. જ્વેલર્સના અસ્લમ હારૂણ મેમણ તથા લાલાણી એન્ડ સન્સના સંચાલક શેનીલ શાંતિલાલ લાલાણીનાઅો વિરૂદ્ધ કોપીરાઈટ એક્ટ ૧૯૯૭ની કલમ ૫૧ અને ૬૩ મુજબ ગુનો નોંધ્યો હતો. પોલીસે એમની પાસેથી કુલ ૧૧૩૪નો કહેવાતો ડુપ્લીકેટ માલ સામાન કબજે કર્યો હતો. જેની કિંમત રૂ.૯૦,૩૨૫ અંદાજી હતી.
આ કેસ સુરતની કોર્ટમાં ચાલી જતા આરોપીઓ તરફે એડવોકેટ એમ.અશરફ ગાઝીયાનીએ ઉગ્ર દલીલો કરી હતી. જાકે, સદર કેસમાં મુંબઈના નરીમાન પોઈન્ટ ખાતેની તુલશ્યાની ચેમ્બર્સ ખાતે ઓફિસ ધરાવતા ઈ.આઈ. પી.આર. ઈન્ડિયા લિ.ના ઇન્વેસ્ટીગેશન ઓફિસર ભૂપેન્દ્ર ડાહ્નાભાઈ વાઘેલા ફરિયાદ કરવાનો અધિકાર પત્ર નામદાર કોર્ટમાં રજૂ કરી શક્યા ન હતા. ઉપરાંત જપ્ત કરેલ મુદ્દામાલ એફ.એસ.એલ.માં પરીક્ષણ માટે પોલીસે મોકલાવેલ ન હતો તથા ટ્રાઈલ દરમિયાન મુદ્દામાલ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ન હતો. માટે નામદાર કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુક્યા હતા.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY