ભરૂચમાં ચોરી ભંગાર સાથે એકની ધરપકડ

0
27

અંકલેશ્વર, તા.૮
ભરૂચ એલસીબી પોલીસે રવિવારની રાતે અંકલેશ્વર હાઈવે પરથી એક ટેમ્પામાં ભંગાર સાથે એકની ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ એલસીબીનાં સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન ભડકોદરા ગામની સીમમાં આવેલ હાઈવે પરની રીગલ માર્કેટમાં એક ટાટા ફોર વ્હીલ ટેમ્પો નં.જીજે-૦૬-એઝેડ-૨૯૭૩ને શકમંદ હાલતમાં ઝડપીને તલાશી લેતા એમાંથી લોખંડનો ભંગાર રૂ.૩૮૮૦૦નો મળી આવ્યો હતો. એલસીબી પોલીસે આ ભંગાર ઉપરાંત રૂપિયા ૨ લાખની કિંમતનો ટેમ્પો તથા મોબાઈલ ફોન કિંમત રૂ.૧૦ હજાર મળી કુલ રૂ.૨,૪૮૦૦૦ સાથે મુલતાન મઝીબુલ્લા શાહ રહે. કાપોદરાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY