રાણપુરમાં વાજતે ગાજતે વિઘ્નહર્તા ગણપતિ બાપાને વિદાય આપાઈ

0
12

રાણપુર પંથકમાં ગજાનન ગણપતિ બાપાને વિદાય આપતી વખતે અનેક ભાવિકો ભાવવિભોર બન્યા

બોટાદ જીલ્લાના રાણપુર તથા રાણપુર તાલુકામાં ઠેર ઠેર વિઘ્નહર્તા ગણપતી બાપાની શાસ્ત્રોક્ત વિધી પુર્વક સ્થાપના કરવામાં આવી હતી.ગુરૂવારે ગણેશ ઉત્સવના છેલ્લા દિવસે વિઘ્નહર્તા વિનાયકને ઢોલ, નગારા, ડીજે, શરણાઇ સાથે વાજતે ગાજતે ઠાઠ માઠથી ભવ્ય વિદાય આપવામાં આવી હતી.રાણપુરના માર્ગો ગણપતિ બાપા મોરીયા,અગલે બરસ તું જલ્દી આના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતુ. પાર્વતી ના પુત્ર ગજાનંદ ને વિદાય આપતી વખતે ભાવિકો ભાવવિભોર બન્યા હતા અને સર્જનહાર ગણેશજીની મુર્તિઓનું રાણપુરની ભાદર નદીમાં વિસર્જન કરવામાં આવ્યુ હતુ. રણપુરમાં.પારેખ ફળી,કુંભારવાડા,મેઘાણીનગર,ટેક્ષપીન બેરીંગ, રીયલ સ્પીન સહીત રાણપુર તાલુકાના નાગનેશ, ખોખનીયા, ધારપીપળા,કેરીયા સહીતના ગોમો માં પણ ગણપતિ વિસર્જનની શોભાયાત્રા નિકળી હતી.અને ભારે હૈયે વિઘ્નહર્તા ને વિદાય આપી હતી.

તસવીર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY