સમાન વેતન સહિતની માંગો સાથે નર્સિંગ ફોરમના સતત ત્રીજા ગુરૂવારે સિવિલમાં ધરણા

0
11

માંગ ન સંતોષાય તો ૧ ઓગસ્ટે અમદાવાદમાં રેલી
સુરત,તા.૨૫
નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં યુનાઈટેડ નર્સિંગ ફોરમના નેજા હેઠળ પ્રતિક ધરણા-ઉપવાસ યોજાયા. સમાન વેતન અને કેન્દ્ર પ્રમાણે પગાર ભથ્થાની માંગ સાથે નર્સિંગના કર્મચારીઓ પ્રતિક ઉપવાસ કરી રહ્યાં છે.છેલ્લા ત્રણ અઠવાડિયાથી દર ગુરૂવારે કર્મચારીઓ દ્વારા ધરણા-ઉપવાસ-દેખાવા યોજવામાં આવી રહ્યાં છે.
ત્યારે કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી હતી કે આગામી સમયમાં માંગ નહીં સંતોષાય તો તેઓ ૧ ઓગસ્ટના રોજ અમદાવાદમાં રેલી યોજશે. જેમાં સમગ્ર ગુજરાતના નર્સિંગ એસોસિએશનના સભ્યોને જોડવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY