અમરોલી કોલેજનાં શિબિરમાં ૧૯૮ યુનિટ રક્તએકત્ર થયું

0
7

સુરત, તા. ૨૬
જીવન જ્યોત ટ્રસ્ટ, અમરોલી સંચાલિત જે. ઝેડ. શાહ આટર્સ એન્ડ એચ.પી. દેસાઈ કોમર્સ કોલેજ, પ્રો.વી.બી. શાહ ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, આર.વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ, વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ, સુટેક્ષ બેન્ક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ તથા અમરોલીનો એન.એસ.એસ. વિભાગ, સુરત રક્તદાન કેન્દ્ર, ફેમિલી ફિઝિશ્યન એસોસીએશન-સુરત, ઈન્ડિયન મેડિકલ એસોસીયેશન-સુરત રીજીયન-રની તમામ લાયન્સ અને લીયો કલબોનાં સંયુક્ત સહયોગથી પ્રિ­. ડો. કે.એન. ચાવડાનાં નેતૃત્વ હેઠળ ગુરૂવાર તા. ૨૫-૭-૧૮નાં રોજ અમરોલી કોલેજ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન પ્રથમ રક્તદાન શિબિરનું આયોજન થયું હતું.
આ શિબિરમાં ૧૯૮ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યુ હતું. સુરત રક્તદાન કેન્દ્રનાં મેડિકલ ઓફિસર ડો. મુકુંદભાઈ દેસાઈ સાહેબ અને તેમની ટીમે પ્રસંશનીય કામગીરી બજાવી હતી. રક્તદાતાઓને કોલેજ પરિવાર તરફથી સ્મૃતિભેટ આપવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY