રૂલલેવલ મુજબ ડેમનું જળસ્તર ખૂબ જ નીચું
સુરત, તા.૨૯
ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદ વરસતાં ડેમની પાણીની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્ના છે. આજે સવારે સાત વાગે ઉકાઈ ડેમમાં પાણીની સપાટી ૨૮૨.૧૦ ફૂટ નોધાઈ હતી. જ્યારે ડેમમાં ૩૩,૧૬૭ ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. ડેમમાંથી માત્ર ૬૭૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્નાં છે. તાપી નદીમાં પાણીની આવક થતાં કોઝવે ઓવરફલો થઈ રહ્ના છે. કોઝવે આજે પણ બંધ રખાયો હતો.
જ્યારે મધુબન ડેમમાં પાણીની સપાટી ૭૩.૮૦ મીટર નોધા હતી. આ ડેમમાં પાણીની આવક ૪૬,૨૫૩ ક્યુસેક અને જાવક ૩૧,૮૬૮ ક્યુસેક નોંધવામાં આવી છે. આ ડેમના ત્રણ દરવાજા ૨.૭૦ મીટર ખોલીને પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્ના છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





