મોરબી સીટી એ ડીવીઝન પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન નોટ નંબરી જુગાર રમતા બે ઇસમોને ઝડપી લીધા છે
મોરબી જીલ્લા પોલીસવડા ડો કરનરાજ વાઘેલા અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરી, એમ આર ગામેતી, રસિકભાઈ કડીવાર, કિશોરભાઈ મિયાત્રા, શક્તિસિંહ ઝાલા, શેખાભાઈ મોરી, જયપાલભાઈ લાવડીયા સહિતની ટીમ હોળી ધુળેટીના પર્વ નિમિતે નાઈટ પેટ્રોલિંગ માં હોય દરમિયાન નવા બસ સ્ટેન્ડ સામે મનાલી હોટલ વાળી શેરીમાં હાર્દિક હરેશ જાકાસણીયા (ઉ.વ.૨૯) રહે મોરબી રવાપર રોડ અંજલિપાર્ક સોસાયટી અને કિશન ઉર્ફે જય વાસુદેવ આદ્રોજા (ઉ.વ.૨૦) મોરબી બોનીપાર્ક વાળાને ઝડપી રોકડ રકમ ૧૫,૭૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






