ન્યુ દિલ્હી,તા.૧૦
સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર અયોધ્યામાં પાંચ એકર જમીન લેવા મામલે ૨૬ નવેમ્બરે બેઠક યોજીને નિર્ણય કરશે. બોર્ડના અધ્યક્ષ જફર ફારૂકીએ કહ્યું કે આ બેઠક ૨૬ નવેમ્બરે મળી શકે છે. જેમાં નિર્ણય લેવાશે કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર અયોધ્યામાં સરકાર દ્વારા અપાનારી પાંચ એકર જમીન લેવી કે નહીં.
વક્ફ બોર્ડની બેઠક પહેલા ૧૩ નવેમ્બરે મળવાની હતી. ફારૂકીએ જણાવ્યું કે જમીન લેવા મુદ્દે લોકોના વિવિધ સુચનો મળી રહ્યા છે. તો કેટલાક લોકો એવા પણ સૂચન આપી રહ્યા છે કે બાબરી મસ્જિદ સામે કોઈ વૈકલ્પિક જમીન લેવી જોઈએ નહીં.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


