ડો. હસમુખ ચૌધરીએ આરોગ્ય કર્મીઓને માર્ગદર્શનï આપ્યું
સુરત, તા. ૩૦
તાલુકા હેલ્થ ઓફિસ,કામરેજ ખાતે એનિમીયામુક્ત ભારતના લક્ષ્યને સાકાર કરવા વિટામીન એ, તથા રાષ્ટ્રીય કૃમિ નાશક દિન ઉજવણી અંગેની તાલીમ યોજાઇ હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હસમુખ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ તાલીમમાં મેડીકલ ઓફિસરશ્રી ડો.કિર્તી સોનાવીયાએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા એનિમીયામુકત ભારત અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. વલણનાં મેડીકલ ઓફિસરશ્રી ડો.સુધીરસિંહાએ વિટામીન એ અંગે અસરકારક માર્ગદર્શન આપ્યું હતું. નવીપારડીનાં મેડીકલ ઓફિસરશ્રી ડો. કૌશિક મહેતાએ રાષ્ટ્રીય કૃમિ નાશક દિન ઉજવણી અંગે પી.પી.ટી.,ચાર્ટ અને ચિત્રો દ્વારા તાલીમ આપી હતી.
તાલીમનાં તિભાવો આપતા કામરેજના ઇન્ચાર્જ સી.ડી.પી.ઓ. ઉન્નતિ ચૌધરીએ તથા બી.આર.સી.શ્રી કમલેશભાઇએ અસરકારક તાલીમ અંગે સંતોષ વ્યક્ત કરી તમામ મુખ્ય સેવિકા બહેનોને તેમજ આંગણવાડી કાર્યકરોને માર્ગદર્શન આપીશું એમ જણાવ્યું હતું.
કાર્યક્રમમાં કામરેજ તાલુકાનાં ઓરણા, સેવણી, નવીપારડી, વલણ,વાવ અને કઠોદરાનાં પ્ર.આ.કેન્દ્રના સુપરવાઇઝરશ્રી, આયુષ તથા આઇ.ઇ.ડી.એસ.ના કર્મચારીઓ સહિત તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો.મહેન્દ્રસિંહ એન.ભાટી, તાલુકા હેલ્થ વિઝીટર શ્રીમતી ગંગાબેન રોહિત, ડો.અંજનાબેન તથા નવી પારડીનાં ફિમેલ હેલ્થ સુપરવાઇઝર શ્રીમતી મીનાબેન પરમાર, આઇ.ઇ.સી.ઓફિસરશ્રી મુકેશભાઇ ભટ્ટ, જયન ગોહિલ તથા શ્રી સચિન પટેલ ઉપસ્થિત રહ્ના હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



