સુરત મહાનગર પાલિકા દ્વારા શિબિરનું આયોજન
સુરત, તા. ૦૨
ચોમાસાની ૠતુ દરમિયાન રોગચાળો થવાની શક્યતા વધુ રહે છે. જેથી શહેરીજનોનું આરોગ્ય જળવાઈ રહે તે હેતુસર સુરત મહાનગર પાલિકા મારફતે સને ૨૦૦૭ થી દર વર્ષે જુદા જુદા ઝોન વિસ્તારમાં વિનામૂલ્યે આરોગ્ય નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આમ ૨૦૦૭ થી ૨૦૧૮ દરમિયાન કુલ ૧૬૦ મેડિકલ કેમ્પો હાથ ધરવામાં આવ્યાં હતાં. જેમાં જાહેર જનતા તરફથી સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. હાલ ચાલુ વર્ષ ૨૦૧૯માં ૦૮ મેડિકલ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકીનો ચોથો મેડિકલ કેમ્પ તા. ૩-૮-૧૯ને શનિવારનાં રોજ પુણા શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર, બોરડા, ફાર્મ, યોગી ચોક, પુણા, સુરત ખઆતે વિનામૂલ્યે આરોગ્ય નિદાન તથા સારવાર કેમ્પ હાથ ધરવામાં આવનાર છે. જેમાં સ્મીમેર હોસ્પિટલનાં બાળરોગ, સ્ત્રીરોગ, આંખ, ચામડીનાં રોગનાં નિષ્ણાંત, ફિઝિશ્યમ તથા સર્જન દ્વારા દરદીઓનું નિદાન કરી સારવાર આપવામાં આવશે તેમજ જરૂરિયાતમંદ દરદીઓને વધુ સારવાર અર્થે સ્મીમેર, મસ્કતિ, નવી સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવશે.
તદ્દઉપરાંત આરોગ્ય ખાતાનાં જુદા જુદા વિભાગો દ્વારા રસીકરણ, કુટુંબ કલ્યાણ, ટીબી, એચઆઈવી તેમજ પાણીજન્ય અને પાણી સંલગ્ન રોગ, ફાઈલેરિયા, મેલેરિયા રોગ અંગેની જાણકારી તથા તેની કામગીરીનાં પ્રદર્શન દ્વારા આરોગ્ય શિક્ષણ તેમજ સરકારની આરોગ્યલક્ષી યોજનાનું માર્ગદર્શન આપવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



