ઓલપાડ જમીન વિવાદ : પિતા-પુત્રને હાથ-પગ તોડી નાંખવાની ધમકી

0
17

જમીનના વહીવટ માટે રૂ. ૧પ લાખની માંગણી કરી ધમકી
સુરત, તા. ૦૬
ઓલપાડવાળી જમીનનાં વિવાદમાં રૂ. ૧પ લાખની માંગણી કરી હાથ ટાંટિયા તોડી નાંખવાની ધમકી આપનાર એક જણાં વિરૂધ્ધ સરથાણા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી.
સરથાણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સરથાણા જકાતનાકા સુકન બંગ્લોઝમાં રહેતાં કાળુ અમરશી ધામેલિયાએ આરોપી દિનેશ સંગ્રામ રબારી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીમાં જણાવ્યા મુજબ આરોપીએ ફરિયાદને મોબાઈલ ફોનમાં ફોન કરી ધમકી આપી હતી કે, ઓલપાડ સેગવા ગામની જમીનના વહીવટમાં રૂ. ૧પ લાખની માંગણી કરી ફરિયાદી તથા તેના દિકરાના ટાંટિયા ભાગી નાંખવાની ધમકી આપી ગાળો આપી હતી. સરથાણા પોલીસે ઈપીકો કલમ ૩૮૫,૫૦૭,૨૯૪,(અ) મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY