કાર્યક્રમમાં કૃષિ અને પશુપાલન વિશે વિસ્તૃત માર્ગદર્શનï અપાયું
સુરત, તા. ૦૭
મહિલા સશક્તિકરણ પખવાડિયાની રાજ્યવ્યાપી ઉજવણી અંતર્ગત બારડોલી ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયતની કૃષિ શાખા અને આત્મા પ્રોજેકટ, બારડોલીના સંયુક્ત ઉપક્રમે આજરોજ મહિલા કૃષિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ખેડૂતોનાં જૂથને ખેતી, પશુપાલન અને બાગાયત પાકોની ખેતીની તલસ્પર્શી જાણકારી આપી ઉપસ્થિત મહિલાઓને કૃષિ અને પશુપાલનમાં મહિલાઅોનું નેતૃત્વ વધારવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ સંગે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે, પશુપાલન, દુધાળા ઢોરની માવજત, ડેરી સંચાલન વગેરે વિષયોમાં આધુનિક જ્ઞાનથી મહિલાઓ ખેતી સાથે પશુપાલનમાં પણ અનેરું યોગદાન આપી રહી છે. મહિલાઓ ઘર અને પરિવારની જવાબદારીની સાથોસાથ પશુપાલન અને ખેતીમાં પણ યોગદાન આપી રહી છે. તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અમળી અનેક કૃષિ કલ્યાણ યોજનાઓનો બહોળી સંખ્યામાં લાભ લેવા અપીલ કરી હતી.
આત્મા પ્રોજેક્ટના અધિકારીશ્રી ગાબાણીએ જણાવ્યું કે, ખેતી સહિત અનેક વ્યવસાયોમાં હવે મહિલાઓના સાથ અને સહકાર વિના ગતિ કરવી મુશ્કેલ છે. તેમણે આધુનિક અને વૈજ્ઞાનિક ઢબની ખેતી સાથે પશુપાલનના ફાયદા સમજાવી ખેતી હોય કે પશુપાલનનો પૂરક વ્યવસાય હોય, મહિલાઓ દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બની સમાજમાં પોતાનું આગવું દાન આપે તેવી આશા વ્યક્ત કરી હતી.
આ સંગે તાલુકા પંચાયત મુખ શ્રીમતિ રમીલાબેન રાઠોડ, મહિલા બાળ વિકાસના માજી ચેરમેનશ્રી લક્ષ્મીબેન રાઠોડ, તેન ગામના સરપંચ શ્રીમતિ રીનાબેન ચૌધરી સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


